પાવીજેતપુર તાલુકામાં ઘુટણવડ ગામે સાળાએ ખેતરની લાયસન્સ વાળી બંદૂકથી ગોળી મારી બનેવીની હત્યા કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામેલ છે.
પ્રાપ્ત માહિતી મુજબ પાવીજેતપુર તાલુકાના ગામે રહેતા સચીનભાઈ અંદરસિંગભાઈ રાઠવા ની બહેન ના લગ્ન બોડેલી તાલુકાના ઉચાપાન ખાતે થયા હોય જે લગ્નના એક માસ બાદ સુનિલકુમાર શંકરભાઈ રાઠવા લઈ આવી પ્રેમ લગ્ન કર્યા હતા જે વાત સચીન ભાઈ ને લાંબા સમયથી ખટકતી હતી તેથી તેઓ આજે સાંજના 7:00 વાગ્યાના અરસામાં ખેતરની લાયસન્સ વાળી બંદૂક લઇ સુનિલભાઈ ના ઘરે પહોંચી જઈ સુનિલભાઈના પીઠ ના ભાગે ગોળીબાર કરી ઢીમ ઢાળી દીધું હતું. સુનિલ ભાઈ ને પાવીજેતપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લાવતા તેઓને ત્યાં મૃત જાહેર કરવામાં આવ્યા હતા. ખૂન કરનાર આરોપી સચિનભાઈ અંદરસિંગભાઈ રાઠવા ને પોલીસે પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જે અંગે પીઆઇ એ સી પરમાર વધુ તપાસ ચલાવી રહ્યા છે.