જમ્મુ-કાશ્મીર, મહારાષ્ટ્રના કોલ્હાપુર અને અફઘાનિસ્તાનમાં અલગ-અલગ સમયે ભૂકંપના આંચકા અનુભવાયા છે. અફઘાનિસ્તાનમાં 4.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો અને તે રાજધાની કાબુલથી 164 કિમી દૂર હતો. આ સાથે કોલ્હાપુરમાં રિક્ટર સ્કેલ પર 3.9ની તીવ્રતા માપવામાં આવી હતી.

  • અફઘાનિસ્તાનમાં પણ ભૂકંપના આંચકા આવ્યા
  • અલગ-અલગ સમયે અનુભવાયો આંચકો
  • કોલ્હાપુરમાં રિક્ટર સ્કેલ પર 3.9ની તીવ્રતા

જમ્મુ-કાશ્મીરમાં આજે સવારે પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ પહેલા બુધવારે રાત્રે એક કલાકમાં બે વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેમની તીવ્રતા અનુક્રમે 4.1 અને 3.2 માપવામાં આવી હતી. ભૂકંપથી કોઈ જાનહાનિ કે સંપત્તિને નુકસાન થયું નથી. મંગળવારે પણ જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના છ આંચકા અનુભવાયા હતા.