જાફરાબાદ તાલુકાના શિયાળબેટમા આરોગ્ય અને પરિવાર કલ્યાણની કામગીરી માટે આરોગ્ય કર્મચારીઓએ બોટ મારફત અહી પહોંચી લોકોની આરોગ્ય તપાસણી તેમજ રસીકરણની કામગીરી હાથ ધરી હતી. ભૌગોલિક રીતે ચોતરફ પાણીથીઘેરાયેલા એવા શિયાળબેટ ખાતે આરોગ્ય શાખાનું સબ સેન્ટર છે.હોડીનો ઉપયોગ કરી આ સ્થળે પહોંચી શકાય તેમ છે. શિયાળબેટ ખાતે વસવાટ કરતા લોકોને રાજ્ય સરકારની આરોગ્યલક્ષી સેવા મળી રહે તે માટે એ.એન.એમ. કાજલબેને તેમની ફરજ અદા કરી હતી.તેઓએ હોડી મારફતે છેવાડાના શિયાળબેટ સ્થિત સબ સેન્ટર ખાતે પહોંચીને નાગરિકોને વિવિધ આરોગ્યલક્ષી સેવા અને યોજનાકીય સહાય અને લાભ વિશે માહિતગાર કર્યા હતા.શિયાળબેટના નાગરિકોની આરોગ્ય તપાસ,દવાઓ,રસીકરણ સહિતની કામગીરી પણ તેમણે કરી હતી,જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા આ માટે સઘન કામગીરી કરવામાં આવી રહી છે . મહત્વનું છે કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બાબરકોટના સબ સેન્ટર શિયાળબેટ ખાતે વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન ૨૨૯ સગર્ભા, ૨૦૦ ધાત્રી,૨૩૫ મિઝલસ રુબેલા,૫૩ નસબંધી,૧૨૨ પ્રધાનમંત્રી માતૃત્વ વંદના, ૪૩ કસ્તુરબા પોષણ સહાય,૧૦૬ જનની શિશુ સુરક્ષા યોજના,૬૭ આર્યન સુક્રોઝ,સહિત ૪,૦૭,૦૦૦ ની સહાય ચૂકવવામાં આવી હતી.એપ્રિલથી જુલાઈ-૨૦૨૨ દરમિયાન ૭૮ લાભાર્થીઓને આરોગ્યલક્ષી વિવિધ યોજના અંતર્ગત ૯૦૫૦૦ ની ચુકવણી કરવામા આવી હતી.

 *રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/અમરેલી.*