તારીખ:25/08/2022 ના રોજ
ભ્રષ્ટ ભાજપના શાસનમાં આજે આખું ગુજરાત ત્રાહિમામ પોકારી ચૂક્યું છે અને એટલે ઈમાનદાર લોકો આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે: ઈસુદાન ગઢવી
પાટણ નગરપાલિકાના કોર્પોરેટર તરીકે, ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન તરીકે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે અને છેલ્લી ટર્મમાં વાઇસ પ્રેસિડેન્ટ તરીકે અને ઉત્તર ગુજરાત યુનિવર્સીટીમાં સેનેટ સભ્ય તરીકે લાલેશભાઈ ઠક્કર પોતાની સેવા આપી ચુક્યા છે: ઈસુદાન ગઢવી
*ફ્રોડ થતી વસ્તુઓમાં ઇન્વેસ્ટિગેશન કરવામાં સંજયભાઈ માસ્ટરી ધરાવે છે: ઈસુદાન ગઢવી*
*અરવિંદ કેજરીવાલજી ગુજરાતની જ નહીં પણ આખા દેશની ઉમ્મીદ બની ચૂક્યા છે: ઈસુદાન ગઢવી*
*અમદાવાદ/ગુજરાત*
આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવી એ એક મહત્વપૂર્ણ બાબતની જાણકારી આપતા જણાવ્યું કે, ભ્રષ્ટ ભાજપના શાસનમાં આજે આખું ગુજરાત ત્રાહિમામ પોકારી ચૂક્યું છે. જે લોકો પહેલા ભાજપને મત આપતા હતા એ પણ હવે કહી રહ્યા છે કે ભાજપે આખા ગુજરાતને ખતમ કરી નાખ્યું છે. એવી જ રીતે આખી કોંગ્રેસ પણ એક સેટીંગબાજ પાર્ટીમાં ફેરવાઈ ગઈ છે, એમની એક જ રીત છે કે ચૂંટણી લડો અને ભાજપમાં જતા રહો. આવી બધી બાબતોથી ઘણા ઈમાનદાર લોકો ત્રાહિમામ પોકારી ચુક્યા છે અને એવા જે ઈમાનદાર લોકોને પ્રજાની સેવા કરવી છે તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે.
આવા જ એક ઈમાનદાર વ્યક્તિ, પાટણના લાલેશભાઈ ઠક્કર અમદાવાદમાં અરવિંદ કેજરીવાલજીની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. લાલેશભાઈએ વર્ષો સુધી એ વિચારીને કોંગ્રેસમાં કામ કર્યું કે પ્રજાનું કઈ ભલું થશે. પાટણ નગરપાલિકામાં પણ તેઓ વાઇસ પ્રેસિડેન્ટ પદે રહ્યા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ રહ્યા. લાલેશભાઈ ઠક્કરએ પ્રજા માટે ખુબ જ કામ કર્યું છે, તો લાલેશભાઈ ઠક્કર આમ આદમી પાર્ટીમાં જોડાયા છે તો અમને એનો ખુબ જ આનંદ છે. હું એમને અભિનંદન આપવા માંગુ છું. લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે કારણકે આજે અરવિંદ કેજરીવાલજી ગુજરાતની જ નહીં પણ આખા દેશની ઉમ્મીદ બની ચૂક્યા છે. ઉમ્મીદ છે એનો પુરાવો એ છે કે આજે અરવિંદ કેજરીવાલજીના એક નિવેદન પર આખી ડીસીપ્લીનરી ફોર્સ અને વિદ્યાસહાયકોએ તેમને પૂરે પૂરો ટેકો જાહેર કર્યો અને અરવિંદજી ના નિવેદનને સ્ટેટ્સમાં લગાવી દીધા.
આ સિવાય એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને ફ્રોડ ઈન્વેસ્ટીગેટર તરીકે કામ કરતા સંજયભાઈ ઠક્કર અમદાવાદમાં અરવિંદ કેજરીવાલજીની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. ફ્રોડ થતી વસ્તુઓમાં ઇન્વેસ્ટિગેશન કરવામાં સંજયભાઈ માસ્ટરી ધરાવે છે. તેઓ લુહાણા પરિષદના સેક્રેટરી રહી ચૂક્યા છે. તેમનું પણ આમ આદમી પાર્ટીમાં ખૂબ ખૂબ સ્વાગત કરું છું.
ત્યારબાદ આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવી, પ્રદેશ એડવોકેટ વિંગના પ્રમુખ પ્રણવભાઈ ઠક્કર અને હિમાંશુભાઈએ લાલેશભાઈ ઠક્કર અને સંજયભાઈ ઠક્કરને ટોપી અને ખેસ પહેરાવીને વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં સામેલ કર્યા.
ત્યારબાદ લાલેશભાઈ ઠક્કરે જણાવ્યું કે, પાટણ નગરપાલિકાના કોર્પોરેટર તરીકે, ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન તરીકે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે અને છેલ્લી ટર્મમાં વાઇસ પ્રેસિડેન્ટ તરીકે અને ઉત્તર ગુજરાત યુનિવર્સીટીમાં સેનેટ સભ્ય તરીકે મેં સેવાઓ આપી છે. સરકારે અત્યાર સુધી ઘણી બધી હોસ્પિટલોને ખોટા બહાના બતાવીને બંધ કરી દીધી છે, આવી પાટણની હોસ્પિટલને શરૂ કરવા માટે છેલ્લા 4 વર્ષ સુધી મેં આંદોલનો કર્યા છે અને હોસ્પિટલ ચાલુ કરાવી છે. ત્યારબાદ રાધનપુરની પણ હોસ્પિટલ ચાલુ કરાવી છે. સેવક તરીકે આ મારી જવાબદારી હતી જે મેં નિભાવી અને પ્રજા માટે વધુ સારી રીતે કામ કરવા માટે હું આજે આમ આદમી પાર્ટીમાં જોડાયો છું.
આજે જ્યારે હું પાટણ થી અમદાવાદ આવ્યો તો વચ્ચે ઘણા ટોલટેક્સ સેન્ટર આવે છે. એ લોકો ટેક્સ તો ઉઘરાવે છે પણ રસ્તાની હાલત પર કોઈ ધ્યાન આપતું નથી. મોટા મોટા હાઈવેમાં એટલા મોટા ખાડા પડી ગયા છે કે ગાડીઓના પણ ટાયર ફાટી જાય. તો હું મીડિયાના માધ્યમથી એ લોકોને કહેવા માગું છું કે આ કોન્ટ્રાક્ટરોની દસ વર્ષના ગાળાની વાત થઇ હતી પણ આજે એ લોકો 30 વર્ષથી ટોલટેકસ ઉઘરાવે છે અને તેમ છતાં પણ રોડ રસ્તાઓની હાલત સારી નથી તો તમારે વહેલી તકે રસ્તાઓનું સમારકામ કરી નાખવું જોઈએ નહિતર આવનાર સમયમાં એક મોટું આંદોલન કરવામાં આવશે.
આ મહત્વપૂર્ણ પ્રેસવાર્તામાં આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી સહિત પ્રદેશ એડવોકેટ વિંગના પ્રમુખ પ્રણવભાઈ ઠક્કર અને પ્રદેશ પ્રવક્તા હિમાંશુભાઈ ઠક્કર પણ ઉપસ્થિત રહ્યા હતા.
#sms #sms01
પ્રતિનિધિ _ રવિ બી. Meghwal