કેન્દ્રીય ગૃહમંત્રીનો ગુજરાતમાં ફરી એકવાર પ્રવાસ ગોઠવાશે. વિધાનસભાની ચૂંટણી પહેલા એક પછી એક કેન્દ્રીય નેતાઓના પ્રવાસો યોજાઈ રહ્યા છે ત્યારે અમિત શાહ પણ આગામી 28 ઓગષ્ટના રોજ ગુજરાતના પ્રવાસે આવશે. અમિત શાહનો આ પ્રવાસ તેમના મત વિસ્તાર ગાંધીનગરમાં યોજવામાં આવશે. 

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના પદવીદાન સમારોહની અંદર અમિત શાહ હાજરી આપશે અને વિદ્યાર્થીઓને સંબોધન કરશે. આ ઉપરાંત કલોલના પાનસરની પણ મુલાકાત કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા લેવામાં આવશે.

ખાસ કરીને અમિત શાહનો એક દિવસનો આ પ્રવાસ યોજવામાં આવશે. આ દિવસ દરમિયાન વડાપ્રધાનનો પણ કાર્યક્રમ ગુજરાતમાં યોજાઈ રહ્યો છે. ત્યારે પીએમ અને કેન્દ્રીય ગૃહમંત્રી એક જ દિવસે રાજ્યમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.

ગૃહમંત્રી અમિત શાહ આગામી 14 અને 15 સપ્ટેમ્બરનો પ્રવાસ પણ યોજાય તેવી શક્યતા છે. સુરતમાં એક કાર્યક્રમની અંદર સપ્ટેમ્બરમાં પણ હાજરી આપે તેવી શક્યતા. વિધાનસભાની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ એક પછી એક કેન્દ્રીય નેતાઓનો ગુજરાતમાં પ્રવાસ વધી રહ્યો છે. આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને બીજેપીના નેતાઓ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા છે આ ઉપરાંત બેઠકો, સભા સંબોધન સહીતના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.