અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી તથા પોલીસ અધિક્ષકશ્રીનાઓએ ભયજનક ઇસમ સામે પાસા અધિનિયમ મુજબ કાર્યવાહી કરી જેલના સળીયા પાછળ ધકેલ્યો તા .૨૫ / ૦૮ / ૨૦૨૨ ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ રેન્જના જિલ્લાઓમાં જાણીતા ગુનેગારો અને અસામાજીક તત્વો તથા ગેરકાયદેસર પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમો સામે પાસા અને તડીપારના કાયદા હેઠળ અટકાયતી પગલા લેવા સુચના આપેલ હોય , અને અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં શરીર સબંધી ગુન્હાઓ કરવાની ટેવ વાળા માથાભારે ભયજનક ઇસમો સામે કડક હાથે કાર્યવાહી કરવા અને આવા ગુનેગારોને કાયદાનું ભાન થાય તેમજ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા સુદઢ બને તે માટે પાસા - તડીપારના પ્રવર્તમાન કાયદાઓ હેઠળ કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય , જે અન્વયે અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પો.ઇન્સ.શ્રી આર.કે.કરમટા નાઓ દ્વારા શરીર સબંધી ગુનાઓ કરવાની ટેવવાળા ભયજનક ઇસમ છત્રપાલ ચંદ્રકિશોરભાઇ વાળા , ઉ.વ .૩૨ , રહે . અમરેલી , હનુમાનપરા , સત્યનારાયણ સોસાયટી , તા.જિ.અમરેલી વાળા વિરૂધ્ધ પુરાવાઓ એકઠાં કરી , પાસા દરખાસ્ત તૈયાર કરી , પોલીસ અધિક્ષકશ્રી અમરેલીનાઓ મારફતે જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી , અમરેલીનાઓ તરફ મોકલી આપેલ . આવા ભયજનક ઇસમની સમાજ વિરોધી અસામાજિક પ્રવૃતિ પર અંકુશ લાવવાનું જરૂરી જણાતાં અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી ગૌરાંગ મકવાણા સાહેબ નાઓએ ભયજનક ઇસમ વિરૂધ્ધ પાસાનું વોરંટ ઇસ્યુ કરતાં , અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ તથા ઇ.ચા. પોલીસ અધિક્ષકશ્રી કે , જે ચૌધરી સાહેબની સુચના મુજબ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પો.ઇન્સ.શ્રી આર.કે.કરમટા તથા એલ.સી.બી. ટીમે છત્રપાલ ચંદ્રકિશોરભાઇ વાળાને પાસા વોરંટની બજવણી કરી , પાલરા , સ્પેશ્યલ જેલ , કચ્છ- ભુજ ખાતે અટકાયતમાં રહેવા મોકલી આપેલ છે , ભયજનક ઇસમ છત્રપાલ ચંદ્રકિશોરભાઇ વાળાનો ગુનાહિત ઇતિહાસ ભયજનક ઇસમ છત્રપાલ ચંદ્રકિશોરભાઇ વાળા વિરૂધ્ધ છેલ્લા ત્રણ વર્ષ દરમ્યાન નીચે મુજબના ગુન્હાઓ નોંધાયેલ છે . ( ૧ ) અમરેલી રૂરલ પો.સ્ટે . એ - પાર્ટ ગુ.ર.નં .૧૧૧૯૩૦૦૪૨૨૦૪૩૧ / ૨૦૨૨ , ઇ.પી.કો. કલમ ૩૨૩ , ૫૦૪ , ૫૦૬ ( ૨ ) મુજબ ( ૨ ) અમરેલી રૂરલ પો.સ્ટે . એ - પાર્ટ ગુ.ર.નં .૧૧૧૯૩૦૦૪૨૨૦૬૦૧ / ૨૦૨૨ , ઇ.પી.કો. કલમ ૫૦૪ , ૫૦૬ ( ૨ ) મુજબ ( ૩ ) અમરેલી સીટી પો.સ્ટે . એ - પાર્ટ ગુ.ર.નં .૧૧૧૯૩૦૦૩૨૧૦૬૩૦ / ૨૦૨૧ , ઇ.પી.કો. કલમ ૩૮૪ , ૩૮૭ , ૫૦૪ , ૫૦૬ ( ૨ ) મુજબ ( ૪ ) અમરેલી સીટી પો.સ્ટે . એ - પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૩૨૦૧૪૮૦/૨૦૨૦ , ઇ.પી.કો. કલમ ૫૦૪ , ૫૦૬ ( ૨ ) , ૧૧૪ મુજબ . ( ૫ ) રાજુલા પો.સ્ટે . બી પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૫૦૨૦૧૫૧૫/૨૦૨૦ , ઇ.પી.કો. કલમ ૨૭૯ તથા એમ.વી.એક્ટ કલમ ૧૮૪ , ૧૩૪ મુજબ . ( ૬ ) રાજુલા પો.સ્ટે . ફ.ગુ.ર.નં. ૬૫/૨૦૧૯ , ઇ.પી.કો. કલમ ૪૫૨ , ૪૨૭ , ૩૨૩ , ૫૦૪ , ૫૦૬ ( ૨ ) મુજબ . આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિંમકર સિંહ સાહેબની સુચના અને ઇ.ચા. પોલીસ અધિક્ષકશ્રી કે . જે . ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા , તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે .

Sponsored

देव क्लासेज व मून रेस्टॉरेंट - बूंदी

देव क्लासेज व मून रेस्टॉरेंट की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |

રિપોર્ટર.ભરતભાઈ ખુમાણ રાજુલા/અમરેલી