સામાજિક એકતા જાગૃતિ મિશન બોટાદ દ્વારા લઠ્ઠાકાંડમાં મૃત્યુ થયેલ મૃતકોના પરિવારજનોને સરકાર શ્રી દ્વારા આર્થિક સહાય આપવામાં આવે તે અનુસંધાને કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. બોટાદ તેમજ અમદાવાદ જિલ્લા ના ગ્રામ્ય વિસ્તારોમાં સર્જાયેલ કથિત લઠ્ઠાકાંડ મુદ્દે સામાજિક એકતા જાગૃતિ મિશન બોટાદ દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું જેમાં આ લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામેલ દરેક મૃતકના પરિવારજનોને સરકારશ્રી દ્વારા આર્થિક સહાય મળી રહે તે અંગેની રજૂઆત કરવામાં આવેલ તેમજ આ લઠ્ઠાકાંડ પાછળ જવાબદાર અધિકારીઓ તેમજ બુટલેગરો પર કડકમાં કડક પગલાં લઈ તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત સામાજિક એકતા જાગૃતિ મિશન બોટાદ જિલ્લા સમિતિ દ્વારા કરવામાં આવી હતી જે સમયે સામાજિક એકતા જાગૃતિ મિશનના સૌરાષ્ટ્ર જોન મુખ્ય માર્ગદર્શક અજયભાઈ સોલંકી, બોટાદ જિલ્લા અધ્યક્ષ જાકીરભાઈ મીર, બોટાદ જિલ્લા પ્રભારી પ્રકાશ રાઠોડ, બોટાદ જીલ્લા મહિલા પ્રમુખ શિતલબેન ચાચીયા, આનંદભાઈ, મિડીયા સચિવ લાલજીભાઈ ચાવડા, તેમજ જીલ્લા મહામંત્રી વિપુલભાઈ તાવિયા સહિત સામાજિક એકતા જાગૃતિ મિશનના હોદ્દેદારો અને સમિતિના સભ્યો ઉપસ્થિત રહી આ કથિત લઠ્ઠાકાંડ માં મૃતકોના પરિવારજનોને સરકાર શ્રી દ્વારા આર્થિક સહાય આપવામાં આવે તે અંગે કલેકટર શ્રી ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं