આ દરમ્યાન પો.ઇન્સ. ડી.બી.બારડ, પો.સ.ઇ. એમ.એચ.શિણોલ
પો.સ.ઇ. એસ.બી.પટેલ તથા પોલીસ સ્ટાફના માણસોને, “શાહીદ ઉર્ફે રાજા બીલ્લી શેખ
રહે. એઝાઝનગર, સૈયદવાડી, વટવા, અમદાવાદનો નંબર પ્લેટ વગરનું સુઝુકી એક્સેસ
લઇ તથા ફૈઝલ મોહંમદહુસેન શેખ રહે. મુસ્લીમ સોસાયટી, નવરંગપુરા, અમદાવાદનો
વાદળી કલરનુ સુઝુકી એકસેસ નંબર GJ-01-VF-3938 નુ લઇ એલીસબ્રીજ, પરીમલ
ગાર્ડન પાસે પંચવટી તરફ જતા ફુટપાથ ઉપર ભેગા થનાર છે. જ્યાં શાહીદ ઉર્ફે રાજા
બીલ્લીએ પોતાના ડ્રગ્સના ધંધા માટે મંગાવેલ એમ.ડી. નો જથ્થો તેને ફૈઝલ શેખ લાવી
આપનાર છે.” તે મુજબની મળેલ હકીકત આધારે તા.૨૪/૦૮/૨૨ ના રોજ અમદાવાદ,
એલીસબ્રીજ, પરીમલ ગાર્ડન પાસે પંચવટી તરફ જતા ફુટપાથ ઉપર રેડ કરતા ઉપરોક્ત
બંને ઇસમોના કબ્જામાંથી ગેરકાયદેસરનો ૧૯.૯૦૦ ગ્રામ મેફેડ્રોનનો જથ્થો મળી આવેલ
સદર પકડાયે આરોપીઓ પૈકી (૧) શાહીદ ઉર્ફે રાજા બીલ્લી હાસમભાઈ
શેખ ઉ.વ.૩૩, રહે. એઝાઝનગર, અમરીન સ્કુલની બાજુમાં, સૈયદવાડી, વટવા,
અમદાવાદ શહેરની ઝડતી તપાસમાંથી કુલ ૧૪.૯૦૦ ગ્રામ મેફેડ્રોન કિંમત
રૂ.૧,૪૯,૦૦૦/- ની મત્તાનો જથ્થો, મોબાઇલ ફોન-૦૨, રોકડ નાંણા તેમજ (૨)
ફૈસલ મોહંમદહુસેન શેખ ઉ.વ.૩૦, રહે. મુસ્લીમ સોસાયટી, પંચદીપ કોમ્પ્લેક્ષની
પાછળ, નવરંગપુરા, અમદાવાદ શહેર પાસેથી કુલ ૦૫.૦૦૦ ગ્રામ મેફેડ્રોન કિંમત
રૂ.૫૦,૦૦૦/- ની મત્તાનો મેફેડ્રોનનો જથ્થો, મોબાઇલ ફોન, રોકડ નાંણા, ડીઝીટલ
વજન કાંટો, આધાકાર્ડ તથા બંને ઇસમો પાસેના ટુ વ્હિલર વાહન મળી કુલ કિંમત
રૂ.૩,૮૭,૨૮૦/- ની મત્તાનો મુદ્દામાલ મળી આવતા તપાસ અર્થે કબ્જે કરેલ છે.
ઉપરોક્ત અટક કરેલ બંને આરોપીઓ (૧) શાહીદ ઉર્ફે રાજા બીલ્લી
હાસમભાઈ શેખ તથા (૨) ફૈસલ મોહંમદહુસેન શેખ ભેગા મળી છેલ્લા ત્રણેક વર્ષથી
ગેરકાયદેસર રીતે મેફેડ્રોનનો જથ્થો વોન્ટેડ આરોપી શાબાસખાન ઉર્ફે ટીપુ શરીફખાન
પઠાણ રહે. મુસ્તુફા ક્સાઇની ચાલી, દાણીલીમડા, અમદાવાદ શહેર પાસેથી લાવી
અમદાવાદ શહેર વિસ્તારમાં પેડલર તરીકે વેચાણ કરે છે. તા.૨૪/૦૮/૨૨ ના રોજ
આરોપી ફૈસલ મોહંમદહુસેન શેખનાએ શાબાસખાન ઉર્ફે ટીપુ શરીફખાન પઠાણ પાસેથી
ઉપરોક્ત મેફેડ્રોન ડ્રગ્સ મેળવી લઇ એલીસબ્રીજ, પરીમલ ગાર્ડન પાસે પંચવટી તરફ જતા
ફુટપાથ ઉપર આરોપી શાહીદ ઉર્ફે રાજા બીલ્લી હાસમભાઈ શેખને આપવા માટે આવેલ
હતો.
ઉપરોક્ત મેફેડ્રોનનો જથ્થો પુરો પાડનાર ડ્રગ્સ સપ્લાયર શાબાસખાન ઉર્ફે
ટીપુ શરીફખાન પઠાણ તથા પેટા ડ્રગપેડલર અંગે વધુ તપાસ તજવીજ હાથ ધરેલ છે.
આરોપીઓનો ગુન્હાહીત ઇતિહાસ.
• આરોપી શાહીદ ઉર્ફે રાજા બીલ્લી હાસમભાઈ શેખ વિરુધ્ધમાં
(૧) વટવા પોલીસ સ્ટેશન સેકન્ડ પાર્ટ ગુ.ર.નં.૦૨૨૦/૨૦૧૯ ઇપીકો કલમ
૩૨૩, ૨૯૪(ખ), ૫૦૬, ૧૧૪ મુજબ.
(૨) ગુજરાત યુનિવર્સીટી પો. સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં.૧૧૧૯૧૦૧૭૨૨૦૨૬૬/૨૨
ઇપીકો કલમ ૩૨૩, ૨૯૪(ખ) મુજબ.
(૩) સેટેલાઇટ પોલીસ સ્ટેશન પાર્ટ બી ગુ.ર.નં.૧૧૧૯૧૦૪૨૨૨૦૧૭૫/૨૨
એમ.વી.એક્ટ ૧૮૫ મુજબના ગુન્હાઓ દાખલ થયેલ છે.