અમદાવાદમાં એમ ડી ડ્રગ્સનો વેચાણ બિલાડીના ટોપીની જેમ વધી રહ્યો છે શહેરમાં ડ્રગ્સ પેડલરોએ અજગરી ભરડો લીધો છે. જયાં ડ્રગ્સ માફિયાઓ યુવાધનને નશાના રવાડે ચડાવી નશાના ખપ્પરમાં ધકેલી રહ્યા છે. બે દિવસ આગાઉ અમદાવાદ SOG અને ક્રાઇમબ્રાન્ચે એમડી ડ્રગ્સની કુખ્યાત ડિલર આમીના ડૉનની ધરપકડ કરવામાં આવી હતી જયા તેની પાસેથી 313 ગ્રામ એમ ડી ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો હતો

અમીના ડૉન છેલ્લા ઘણા સમયથી એમ ડી ડ્ર્ગ્સના કાળાકારોબાર સંકળાયેલી હતી તેના નેજા હેઠળ અમદાવાદમાં 50થી વધુ પેડલરો કામ કરે છે અમીના ડૉનને પકડવા એસ ઓ જી તેમજ ક્રાઇમબ્રાન્ચે વેશપલ્ટા કરી સંયુક્ત ઓપરેશન પાર પાડ્યુ હતુ આજે અમદાવાદની એસ ઓજી ની ટીમે અમીના ડૉન નિવાસ સ્થાને કાલુપુર ભંડેરીની પોળ ખાતે સર્ચ ઓપરેશન હાથધર્યુ હતુ અને પંચનામુ કરવામાં માટે લાવી હતી ડ્રગ્સના રેકેટ સાથે સંકળાયેલા એક બાદ એક ડ્રગ્સ માફિયાઓનુ કનેકશન ખોલી રહ્યા છે. જેમાં મુંબઇના સલીમખાનના શખ્સ પાસેથી ડ્ર્ગ્સ લાવતી હતી અને અમીના ડૉન ડ્રગ્સ માટે ચાઇનીઝ પ્રોડક્ટ મન્યુરીયન કોર્ડ વાર્ડથી વાત કરતી હતી 2022 તેઓ બ્રાઉન સુગરના કેસમાં પણ સજા કાપી ચૂકી છે. લતીફના સમયમાં દારૂના વ્યવસાય સાથે મોટા પાયે સંકળાયેલી હતી હાલ તેના વિસ્તારમાં તેને લેડી ડૉન તરીકે ઓળખતા હતા.