એશિયા કપ 2022 માટે ક્રિકેટ કોમેન્ટ્રી પેનલમાં સામેલ ભારતના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર ઈરફાન પઠાણ અને તેના પરિવારને બુધવારે મુંબઈ એરપોર્ટ પર ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઈરફાન પઠાણ તેના પરિવાર સાથે દુબઈથી મુંબઈ જઈ રહ્યો હતો પરંતુ તેને તેની પત્ની અને બાળકો સાથે એરપોર્ટ પર વિસ્તારાના ચેક-ઈન કાઉન્ટર પર લગભગ દોઢ કલાક ઊભા રહેવું પડ્યું હતું.

અનુભવી ઓલરાઉન્ડરે ટ્વિટર પર લખ્યું, ‘આજે (બુધવાર) હું વિસ્તારા ફ્લાઇટ UK-201માં મુંબઈથી દુબઈ જઈ રહ્યો હતો. ચેક ઇન કાઉન્ટર પર મારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કરવામાં આવ્યું. વિસ્તારાએ મારી કન્ફર્મ ટિકિટ સાથે ચેડાં કર્યા. આ સમસ્યાના ઉકેલ માટે મારે કાઉન્ટર પર લગભગ દોઢ કલાક રાહ જોવી પડી હતી. મારી સાથે મારી પત્ની, આઠ મહિનાનું બાળક અને પાંચ વર્ષનું બાળક હતું.

તેણે આગળ લખ્યું, ગ્રાઉન્ડ સ્ટાફનું વર્તન પણ ખૂબ જ અસંસ્કારી હતું, તેઓ ઘણા બહાના કરી રહ્યા હતા. મારા સિવાય અન્ય ઘણા મુસાફરોને પણ આવી જ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. હું સંબંધિત સત્તાધિકારીને આ બાબતે વહેલામાં વહેલી તકે પગલાં લેવા વિનંતી કરવા માંગુ છું જેથી કરીને મને જે અનુભવ થયો છે તે અન્ય કોઈને ન થાય. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર આકાશ ચોપરાએ પણ તેમના આ ટ્વિટનો જવાબ આપ્યો હતો. આકાશે લખ્યું, ‘હાય એર વિસ્તારા, તમારી પાસેથી આની આશા નહોતી.