બગસરા પોલીસ સ્ટાફ દ્વારા બગસરા પો.સ્ટે વિસ્તારમા પ્રોહીની બદી નેસ્તા નાબુદ કરવા કરેલ કાર્યવાહી. હાલ મા બગસરા વિસ્તાર મા પ્રકાશન થતા ન્યુઝ પેપરો મા બગસરા ટાઉન વિસ્તાર મા ઠેર ઠેર દારૂ ના હાટડા અંગેના શિર્ષક સાથે ના ન્યુઝ પ્રકાશીત કરવામા આવેલ હોય જે અનસંધાને જણાવવાનુ કે બગસરા ગ્રામજનો તરફથી બગસરા પોલીસ સ્ટેશનમાં કરવામા કોઇ પણ અરજદારશ્રી દ્વારા રૂબરૂ મા અથવા ટેલીફોન દ્વારા અથવા અરજી દ્વારા ગે.કા દારૂ ના વેચાણ બાબતે આજદીન સુધી મા જે કોઇ પણ અરજીઓ કે રજુઆત કરવામાં આવેલ હોય જે અનુસંધાને તમામ કાર્યવાહી કરવામા આવેલ છે. ચાલુ વર્ષ ના સ.ને ૨૦ રર પ્રોહીબીશનના પ્રોહીબીશનના કબ્જા ના કુલ-૯૮ તથા પીવાના કુલ-૧૯૭ કેસો મળી પ્રોહીબીશનના કુલ–૨૯૫ કેસો કરવામા આવેલ છે. તેમજ સતત પ્રોહીબુટલેગર્સ ઉપર સફળ રેઇડો કરવામા આવેલ છે. તેમજ જુગાર ના કુલ-૧૧ કેસ કરવામા આવેલ છે. આ કામે ગેરકાયદેસર પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમો વિરૂધ્ધ બગસરા પો.સ્ટે પ્રોહી-૯૩ ના કુલ–૨૩ અટકાયતી પગલાની કામગીરી કરવામા આવેલ છે તેમજ દારૂ ની પ્રવૃતિ સાથે સંકળાયેલ હોય તેવા ઇસમો ઉપર હદપારીની કુલ~૦૮ દરખાસ્ત તૈયાર કરવામા આવેલ છે. જેથી ઉપરોકત તમામ સમાચાર પત્રોમા મુકવામા આવેલ ચિત્ર પ્રતિકાત્મક રીતે મુકવામા આવેલ હોય. તેવુ જણાય આવેલ છે. સમાચાર પત્રમાં જણાય આવેલ તમામ જગ્યાઓ ઉપર તેમજ ગે.કા પ્રવૃતિઓ સાથે સંકળાયેલ પ્રોહી.બુટલેગર્સ ઉપર બગસરા પોલીસ સ્ટાફ રેઇડો કરવામા આવી રહી છે.અને બગસરા પો.સ્ટે હદમા પ્રોહીબીશનની પ્રવૃતિને નેસ્તા નાબુદ કરવા સધન પ્રયત્નો કરવામા આવી રહ્યા છે. તેમ છતા સમગ્ર બગસરાની જનતા ને આહવાન કરવામા આવેલ છે કે આપની આસ પાસ મા કોઇ ગે.કા પ્રવૃતિ જણાય આવે તો બગસરા પો.સ્ટે. ટેલીફોન નં. ૦૨૭૯૬-૨૨૨૦૯૯ ઉપર જાણ કરી દારૂનીબદીને સદંતર નેસ્તાનાબુદ કરવા સહકાર આપી સહભાગી બનવા સુજ્ઞ નાગરીકોને આહવાન કરવામા આવે છે.

રિપોર્ટર.ભરતભાઇ ખુમાણ રાજુલા/અમરેલી.