અમરેલીના સાવર કુંડલા NSUI અને કોંગ્રેસ ના કાર્યકરોએ રેલી સ્વરૂપે મામલતદાર કચેરીએ પહોંચી રજૂઆત કરી.બરવાળામાં સૌથી મોટો લઠ્ઠાકાંડ થયો છે . જેમાં ૪૦ થી વધુ લોકોના મોત થયા છે. કેમિકલ નાખી દારૂ વહેચાતો હોવાનો ઘટસ્ફોટ થયો હતો. જેને પગલે સરકારની તપાસ એજન્સીઓ હરકતમાં આવી હતીઅને કાર્યવાહી કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.ત્યારે આ ઘટનાના ઘેરાપ્રત્યાઘાત સાવરકુંડલામા પણ પડ્યા છે . શહેરમાં NSUI ટીમ અને કોંગ્રેસના કાર્યકરોએ મામલતદાર કચેરીમાં રેલી સ્વરૂપે પહોંચી વિરોધ પ્રદશન કર્યું હતું. કાર્યકરોએ ભાજપ સરકાર વિરુદ્ધ સુત્રોચાર કર્યા હતા.તેમજ ગૃહમંત્રી રાજીનામુ આપે તેવી માગ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું. N.S.U.I.ગુજરાત પ્રદેશ મહામંત્રીશ્રી કેતનભાઈ ખુમાણે જણાવ્યું હતું કે ,ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી માત્ર કાગળ પર રહી છે.ગુજરાતમાં રોજબરોજ દારૂ પકડાતો હોય છે.નશીલા પદાર્થનું પણ વહેચાણ થાય છે.ત્યારે તાજેતરમાં બરવાળામાં લઠ્ઠાકાંડ થયો છે જેમાં મોટી સંખ્યામાં લોકોના મૃત્યુ થયાં છે.તેમજ હજુ પણ કેટલાય લોકો સારવાર હેઠળ છે. ત્યારે આ ઘટનાને પગલે ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાંની માગ સાથે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે
રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી