વડીયા મામલતદાર કચેરી ખાતે આશા વર્કર અને ફેસીલીટર બહેનોએ પોતાની પડતર માંગણીઓ સાથે સૂત્રોચાર સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું. વડીયા કુકાવ તાલુકાની આશા વર્કર અને ફેસિલેટર બહેનો વડીયા મામલતદાર કચેરી ખાતે એકત્રિત થયા હતા અને તેમની જૂની પડતર માંગણીઓ તેમજ કોરોના કાળ દરમિયાન કરેલી કામગીરીઓનું વેતન તેમજ અન્ય રાજ્યોમાં આશા વર્કર અને ફેસીલીટર બહેનોને પગાર ધોરણ અપાય છે એ રીતે ગુજરાતમાં પણ આપવામાં આવે તેવી માંગ કરી હતી તદુપરાંત આશા વર્કર અને ફેસીલીટર બહેનોએ જણાવ્યું હતું કે જ્યારથી અમે ફરજ ઉપર હાજર થયા છીએ ત્યારથી આજદિન સુધીમાં માત્ર અમને ડ્રેસ એક જ સરકાર તરફથી આપવામાં આવ્યો છે ત્યારે સરકારે આશા વર્કર અને ફેસીલીટર બહેનોની માંગણીઓ સ્વીકારે તેવી પણ માંગ કરવામાં આવી હતી ત્યારે વડીયા મામલતદાર કચેરી ખાતે આશા વર્કર તેમજ ફેસીલીટર બહેનોએ સુત્રોચાર કર્યા હતા. અમારી માંગે પૂરી કરો તેમજ સરકારની સામે ઝાટકણીઓ પણ કાઢી હતી અને મામલતદારને આવેદનપત્ર પાઠવી તેમની જૂની પડતર માંગણીઓ તેમજ કોરોના કાળ દરમિયાન કરેલી કામગીરીઓના વેતનની માંગ સાથે રોશ આવેદનપત્ર પાઠવ્યું હતું
રિપોર્ટર.. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી