ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકામાં મામલતદાર કચેરી ખાતે કલેકટરની ઉપસ્થિતિમાં તાલુકા સ્વાગત કાર્યક્ર્મ યોજાયો.

કલેકટર કે.એલ.બચાણી દ્વારા અરજદારોના પ્રશ્નો અંગે સબંધિત ખાતાના અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. તેમણે અરજદારોને મુંઝવતા પ્રશ્નોની યોગ્ય કાર્યવાહી કરી તાકિદે નિકાલ કરવાની સૂચના સંબધિત અધિકારીઓને આપી હતી. અરજદારો દ્વારા વિધવા સહાય, ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેંશન યોજના, નિરાધાર વૃદ્ધ અને અપંગોને આર્થિક સહાય, રેશન કાર્ડ, રાષ્ટ્રીય કુટુંબ સહાયના લાભો અંગેની રજૂઆતો કરવામાં આવેલ હતી. જેનો સ્થળ પર જ નિકાલ લાવવામાં આવ્યો હતો.

કલેકટર દ્વારા અધિકારીઓને કોઈ પણ નાગરિકને હાલાકી ન પડે અને નાગરિકોના પ્રશ્નોના ત્વરિત નિકાલ થાય તે અંગે માર્ગદર્શન આપ્યું.

આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી.ઠાસરા રિદ્ધિબેન શુક્લ, મામલતદાર ઠાસરા સહીત અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.