સંસ્કારી નગરી વડોદરામાં યુથ કોંગ્રેસના પ્રમુખ વિવાદમાં આવ્યા છે ગતરોજ નશાની હાલમાં વાહન ચલવાના આરોપસર કરજણ પોલીસે યુથ કોંગ્રેસ પ્રમુખ ભૈમિક પટેલને નશાની હાલતમાં ઝડપી પાડ્યા છે.

રાજ્યમાં દિવસને દિવસે માદક પર્દાથના વેચાણમાં તોંતિગ વધારો થઇ રહ્યો છે જેમાં સંસ્કારી નગરી વડોદરામાં આવર-નવાર વિદેશી દારૂ, એમડી ડ્રગ્સના સહિતના માદક પર્દાથ પકડાવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. જેને લઇ વડોદરા પોલીસ એકશન મોડમાં જોવા મળી રહી છે નશાખોરી પ્રવૃતિને ડામવા કમરકસી છે.

ગતરોજ કરજણ નેશનલ હાઇવે ભરથાના ટોલ પ્લાઝા પાસે પોલીસની ટીમ ચેંકિગમાં હતી તે દરમિયાન ભરૂચથી વડોદરા તરફ આવતી કારમાં ભરથાના ટોલ પ્લાઝા પર પોલીસની ચેંકિગ હોવાથી કારે યુ ટર્ન લઇ સુરત તરફ નીકળી જે અંગે કરજણ પોલીસને શંકા જતા કારનો પીછો કર્યો હતો અને કાર રોકી તલાશી લેતા કારમાં વડોદરા યુથ કોંગ્રેસના પ્રમુખ ભૈમિક પટેલ નશાની હાલતમાં જોવા મળ્યા હતા જે અંગે કરજણ પોલીસે ભૈમિક પટેલ વિરુદ્ર પ્રોહિબિશન એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.