રાજ્યમાં વરસાદના બીજી રાઉન્ડની શરૂઆત થઇ ચુકી છે ઉત્તરગુજરાત, મધ્યગુજરાત અને સૌરાષ્ટ્ર મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે જેને નદીઓ નાળાઓ છલકાઇ ઉઠ્યા છે ઉત્તરગુજરાતમાં મેઘરાજા ભારે તારાજી સર્જી છે મહેસાણામાં 24 કલાકમાં 8 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે તેમજ બનાસકાંઠા,સાબરકાંઠા, પાટણ, ભારે વરસાદ વરસી રહ્યો છે
શહેરો ,ગામડાઓ, પાણીમાં ગરકાવ થઇ ચૂકયા છે. ધોધમાર વરસાદથી નદીઓ બે કાંઠે વહી રહી છે.
ધરોઇ ડેમમાં સતત પાણીની આવક થતા ડેમના દરવાજા ખુલવામાં આવ્યા છે જેનું સુધી પાણી સંતસરોવર ડેમમાં જઇ રહ્યો છે અને ત્યાથી સબારમતી નદીમાં પાણી છોડાતા વાસણા સાબરમતી નદી બે કાંઠે વહી રહી છે અને જળસ્તરમાં સતત વધારો થઇ રહ્યો છે. જેને લઇ રિવરફન્ટ્રનું ઓવરપ્રોમીડ મુલાકાતીઓ માટે બંધ કરવામાં આવ્યા છે તેમજ સાબરમતી નદીના આસપાસ આવેલા ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે હાલ વાસણા બેરેજના 19 જેટલા દરવાજા ખોલવામાં આવ્યા છે જેને લઇ આજુ બાજુના વિસ્તારોમાં ગ્યાસપુર, સરોડ, ધોળાક સહિતના વિસ્તારોમાં પાણીની સતત આવક થઇ રહી છે ગત સપ્તાહે પણ સાબરમતી નદીમાં પાણીની સ્તર વધતા વોક વે બંધ કરવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનન તંત્ર દ્રારા નિર્ણય કરવામાં આવ્યુ છે.