વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે ગુજરાતી ગરબે ઘુમેલા N.C.C. કેડેટ્સને સુબેદાર દ્વારા સન્માનિત કરાયા..!!

દિલ્હી ખાતે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમો ગુજરાત રાજ્ય માંથી ૩૩ જેટલા એન.સી.સી. કેડેટ ગયા હતા અને ત્યાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ ભારત દેશનો નકશો બનાવી સાંસ્કૃતિક પ્રદર્શન કર્યુ હતું.જેમાં વિવિધ રાજ્યો માંથી આવેલ એન.સી.સી.કેડેટ એ પોતાના રાજયના વેશભૂષા ધારણ કર્યા હતા.જેમાં પંચમહાલ. દાહોદ અને મહીસાગર જિલ્લામાંથી પણ એન.સી.સી.કેડેટ દિલ્હી ખાતે યોજાયેલ આર.ડી.સી. કેમ્પમાં ભાગ લઈ સાંસ્કૃતિક પ્રદર્શન કર્યુ હતું આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દરેક રાજ્યના એન.સી.સી.કેડેટની મુલાકાત લીધી હતી જેમાં ગુજરાત રાજ્યના ગયેલા ૩૩ કેડેટને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કેમ છો ગુજરાતી ગરબા રમ્યા કે તો હાલો રે હાલો ગરબા રમો તેવું કહેતાની સાથે તમામ એન.સી.સી. કેડેટ ગરબે ઘૂમવા લાગ્યા હતા. આમ દિલ્હી ખાતે સારું પ્રદર્શન કરી આવેલા JUO ફાતેમા સમોલ સહિત દાહોદ અને મહીસાગર જિલ્લાના એન.સી.સી. કેડેટને ૩૦ ગુજરાત બટાલિયનના સૂબેદાર મેજર લક્ષ્મણસિંહ દ્વારા સન્માનપત્ર આપી અભિનંદન પાઠવ્યા હતા.