15 ઓગસ્ટથી જ તહેવાર જેવો માહોલ જામ્યો હતો. આ ઉપરાંત સાતમ-આઠમના પગલે મેળાઓમાં પણ લોકોની સંખ્યાઓ વધતા ખાણીપીણીમાં વધારો થયો હતો. તો બીજી તરફ વરસાદી પાણી ભરાતા અને વાદળછાયા વાતાવરણના કારણે લોકો બીમારીનો સામનો કરી રહ્યાં છે. મચ્છર સહિતના જીવજંતુઓનો ઉપદ્રવ વધતા લોકોને વધુ રોગચાળાનો ભય સતાવી રહ્યો છે.સુરેન્દ્રનગર જિલ્લામાં 15થી 21 ઓગસ્ટ દરમિયાન જિલ્લામાં સરકારી હોસ્પિટલોમાં અંદાજે 15,000 જેટલી ઓપીડી નોંધાઇ હતી. જેમાં શહેરની ગાંધી હોસ્પિટલમાં જ 1703 જેટલી એક સપ્તાહમાં ધ્યાને આવી હતી. આ દિવસો દરમિયાન વઢવાણ, પાટડી, ધ્રાંગધ્રા, મૂળી, ચોટીલા, લખતર, સાયલા સહિત જિલ્લામાં અંદાજે 100 જેટલા ઝાડા-ઊલટીના કેસો નોંધાયા હતા.