કડાણા ડેમમાંથી એક લાખ ક્યુસેક પાણી છોડતા શહેરા તાલુકાના ૧૨ ગામોને કરાયા એલર્ટ.

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકા મહી નદીના કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે કડાણા ડેમ પાણીની આવકમાં વધારો થવાથી ડેમ માંથી એક લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા લોકોને નદીના કાંઠા વિસ્તાર નહી ખેડવા માટે સલાહ આપવામાં આવી છે. ત્યારે શહેરા તાલુકા વિકાસ અધિકારી તેમજ નાયબ મામલતદાર સ્થળ ઉપર જઈને સ્થાનિક લોકોને માહિતી અને માર્ગદર્શન આપીને એલર્ટ કરવામાં આવ્યા હતા. શહેરા તાલુકાના ૧૨ ગામો જેમાં બોરડી, વાંકા, ભીમથલ, બીલીથા, સાધરા, વાડી, વલ્લભપુર, ખેરોલી, પોયડા, નાથુજીના મુવાડા સહિતના અનેક ગામોને એલર્ટ કરાયા છે. આ સાથે ગ્રામ પંચાયતના સરપંચ તેમજ તાલુકાના સત્તાધીશો દ્વારા સાવચેત અને એલર્ટ રહેવાની માહિતી પણ આપવામાં આવી હતી. તેમજ આગામી સમયમાં પણ ડેમ માંથી બે લાખ ક્યુસેક પાણી છોડવામાં આવશે તેવું જણાવ્યું હતું.