ગુલામી કાળના ક્ષોભજનક પ્રતીકો, ઓળખ દૂર કરીને ભારતીય ગૌરવશાળી વારસા - સભ્યતાના પુન:સ્થાપન અર્થે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા હિંમતભર્યા સાહસને રાષ્ટ્રીય સ્વાભિમાન તરીકે મૂલવતાં પૂર્વ રેલવે મંત્રી અને ભાજપ રાષ્ટ્રીય કાર્યકારિણી કમિટિના સદસ્ય દિનેશભાઈ ત્રિવેદીએ 18મી સદીમાં વોરેન હેસ્ટીંગ્સે સોપેલી માનસિકતા ઉપર પીછો ફેરવવાની માંગ કરી હતી. તેઓએ ટ્વિટરના માધ્યમથી ડિસ્ટ્રીક્ટ કલેક્ટર (ડી.એમ.)ની પદવીનો ડિસ્ટ્રીક્ટ સેવક (ડી.એસ.) તરીકે સુધાર કરવાનો સુઝાવ આપ્યો હતો. તાજેતરમાં દિલ્હીના `રાજપથ'ને `કર્તવ્યપથ'માં પરિવર્તિત કરવાની ઘટનાને આગળ ધરતાં કહ્યું કે, બ્રિટિશ હકુમત દરમ્યાન માર્ગો, સંકુલોને પરતંત્રતાની ભોંઠપ તરીકે બરકરાર રાખવાને બદલે `નઈ ઉમંગ, નઈ પહેચાન' ની સ્મૃતિઓ કંડારવાની સોચ-વિચાર અને અમલીકરણ કાબિલેદાદ છે. ન.મો.ના નેતૃત્વે વૈશ્વિક સ્તરકે દુનિયાને આગવી દૃષ્ટિ તરફ અંગુલી નિર્દેશ કર્યો તેને `કુપમડુકતા'થી મૂલવવામાં શાણપણ નથી. તાલુકા, જિલ્લા, પાલિકાથી રાજ્ય-રાષ્ટ્રસ્તરે પાટિયા બદલી ગયા છે, બદલાતા રહે છે. કચેરીઓને સેવા સદનની ઓળખ અપાઈ છે. રાજધાની દિલ્હીમાં રાજમાર્ગોનું નામ ફેર થયું છે. `લાલબતી કલ્ચર' મીટાવાઈ રહ્યું છે.' વડાપ્રધાન સ્વયંને `પ્રધાનસેવક' તરીકે આગળ ધરી રહ્યા હોય ત્યારે બ્રિટિશ સલ્તનતના પાયોનિયર મનાતા, ગવર્નર ઓફ પ્રેસિડેન્સી ઓફ ફોર્ટ વિલિયમ્સ વોરેન હેસ્ટીંગ્સ દ્વારા શરૂ કરાયેલી કલેકટરની પદવી માટે ફેરબદલ અપેક્ષિત છે. બંગાળ પ્રેસિડેન્સીમાં પ્રથમ ગવર્નર તરીકે રોબર્ટ ક્લાઈવ સાથે બ્રિટિશ એમ્પાયરનો પાયો નાખવાનું સંયુક્ત શ્રેય જેને જાય એવા વોરેન હેસ્ટીંગ્સે 1772માં `કલેકટર' શબ્દ પ્રયોજ્યો અને અમલમાં મૂકેલો. ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટ (ડી.એમ.)ને `િડસ્ટ્રીક્ટ સેવક' (ડી.એસ.) તરીકે તબદિલી એક ઔર સુધારાત્મક કદમ રાષ્ટ્રીય સ્વાભિમાનના સંદર્ભમાં ઉઠાવવું અપેક્ષિત હોવાનું શ્રી ત્રિવેદીએ ઉમેર્યું હતું.'