છેલ્લા 32 વર્ષથી તરણેતર મેળામાં સુરેન્દ્રનગરના ઝાલાવાડી સઈ સુથાર દરજી જ્ઞાતિના પ્રફુલભાઈ દ્વારા તૈયાર કરવામાં આવેલી ધજા ચડાવવામાં આવે છે

   સુપ્રસિદ્ધ શ્રી ત્રીનેસ્વર મહાદેવની જગ્યા સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ તરણેતર મુકામે ત્રીનેશ્વર મહાદેવ મંદિર ઉપર દર વર્ષે ભાદરવા સુદ ચોથના દિવસે ધજા ચડાવવામાં આવે છે હા ધજા સુરેન્દ્રનગરના શ્રી ઝાલાવાડી દરજી જ્ઞાતિના શ્રી કેયુરભાઈ તથા તેમના પિતાશ્રી પ્રફુલભાઈ દ્વારા તૈયાર કરવામાં આવે છે હા ધજા દર વર્ષે વિવિધ કલાત્મક રીતે તૈયાર કરવામાં આવે છે હા ધજા ની લંબાઈ 52 ગજની એટલે કે 36 મીટર લાંબી ધજા તૈયાર કરવામાં આવે છે. 

   વર્ષ 1990થી આજ દિન સુધીના શ્રી પ્રફુલભાઈ દ્વારા સ્વ ખચૅ તૈયાર કરીને ભગવાન શ્રી ત્રીનેસ્વર મહાદેવને અર્પણ કરવામાં આવે છે. 

ચાલુ વર્ષે તૈયાર કરવામાં આવેલ ધજા ઝાલાવાડી સઈ સુથાર દરજી જ્ઞાતિની વાડીમાં સર્વ જ્ઞાતિ તથા ટ્રસ્ટી મંડળ કારોબારી પ્રમુખ વગેરે દર્શન માટે શ્રી લક્ષ્મીનારાયણ દેવ મંદિર દરજીની વાડીમાં રાખવામાં આવેલ. આ ધજાનું પૂજન અર્ચન કરતા સુરેન્દ્રનગર નગરપાલિકા પ્રમુખ શ્રી વિરેન્દ્રભાઈ આચાર્ય તથા ઉપસ્થિત દરજી જ્ઞાતિના આગેવાનો ટ્રસ્ટીશ્રીઓ કારોબારી સભ્ય હાજર રહી પૂજન અર્ચન કરવામાં આવેલ. આ ધજા શ્રી પ્રફુલભાઈ દ્વારા કરવામાં આવેલ અને વિહર નાથની જગ્યા પાળીયાદ મુકામે અર્પણ કરવામાં આવે છે અને ભાદરવા ચોથ ના દિવસે પાળીયાદ ને જગ્યાના મહંત શ્રી ના વરદ હસ્તે તરણેતર મેળામાં ત્રીનેશ્વર મહાદેવના મંદિરે ધજા આરોહણ કરવામાં આવે છે.