દાહોદ LCB ની ટીમે ઘરફોડ ચોરી ના બે આરોપી ને 38 હજાર ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.
દાહોદ LCB ની ટીમ અનડિટેક્ટ ગુનાઓ શોધવા અને નાસતા ફરતા આરોપી ઑ ની વોચમાં લીમડી વીસ્તારમાં હતા તે દરમિયાન લીમડી ચાકલીયા રોડ ઉપર વાહન ચેકિંગ દરમિયાન પોલીસની નાકાબંધી જોઈ પેસેંજર ગાડીમાથી બે વ્યકતીઓ ભાગવાનો પ્રયાસ કરતાં પોલીસે બંનેને ઝડપી લઈ તપાસ કરતાં તેમની પાસેથી ચાંદીના દાગીના મળી આવતા બંનેની પૂછપરછ કરતાં બંને ઇસમો મધ્યપ્રદેશના હોવાનું બહાર આવ્યું હતું અને તેઓ અન્ય સાગરીતોની મદદથી ઝાલોદ તાલુકાના અલગ અલગ વીસ્તરોમાં પાંચ સ્થળે ઘરફોડ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. લીમડી, ઝાલોદ અને ચાકલીયા પોલીસ સ્ટેશનના કુલ પાંચ ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો હતો. પોલીસે બંને આરોપીઓની 38 હજારના મુદ્દામાલ સાથે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.