કપાસમાં જીવાતની સમસ્યાનું સરકાર કઈક નિરાકરણ લાવે તેવી ખેડૂતોમા મનોમન માંગ ઉઠવા પામી છે. અમરેલીના કેરિયાચાડ જેવા ગ્રામ્ય વિસ્તારોમાં અંદાજિત ૫ હજાર એકરમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે. પરંતુ કપાસમાં ધીનયા નામની જીવાત આવી જતા ખેડૂતો નિ મુશ્કેલીમાં વધારો જોવા મળી રહ્યો છે. આ જીવાત કપાસના ઉગતા કુમળા છોડને થડયે થી એક ઇંચ ઉપરથી લીલા કલર ના ભાગના થડ થી કાપી નાખી ખુબજ મોટાં પ્રમાણ મા નુકશાન પહોચાડે છે. જેના પરિણામે ખેડૂતોની પરેશાની વધી ગઈ છે.આ વિસ્તારના ખેડૂતોએ જીવાતના ઉપદ્રવ નો નાશ કરવા અનેક પ્રકારના ઉપાયો અજમાવી જોયા પરંતુ તેમાં સફળતા મળતી નથી. આ પ્રકારની જીવાતના નુકશાન ના કારણે થી ખેડૂતોએ બે થી ત્રણ વખત કપાસનું વાવેતર કરવું પડ્યું છે. કેટલાક ખેડૂતોએ રાંપ-કળીયુ હાંકીને કપાસ ના વાવેતર નો નાશ કરવાનો પ્રયોગ પણ કરી જોયો હતો. પરંતુ આ જીવાત નો દવા કે અન્ય ઉપાયોથી પણ નાશ થતી નથી. હજારો વિઘામાં વાવેતર કરાયેલો કપાસનો પાક નિષ્ફળ જઈ રહ્યો છે. જેથી ખેતીવાડી વિભાગ કે સરકાર આ સમસ્યાનું નિરાકરણ લાવે અથવા તો ખેડૂતોને સહાય કરે તેવી માગ પ્રબળ ઉઠવા પામી છે.કેરિયાચાડ ગામના ખેડૂત અશોકભાઈ કીકાણીએ જણાવ્યું હતું કે, અમારા ગામમાં ૫ હજાર વિઘામાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે. પહેલા વધુ વરસાદના કારણે કપાસનો પાક નિષ્ફળ ગયો હતો ત્યારબાદ ફરીથી કપાસનું વાવેતર કર્યું હતું. જોકે.તેમાં ધીનીયા નામની (કાળા જીવડાં) જીવાત આવી છે. જે કપાસના કુમળા છોડને પણ કોતરી ખાય છે . ખેડૂતો દવાનો છટકાવ કરે છે પરંતુ તેમ છતાં જીવાત નષ્ટ થતી નથી. સરકાર આ બાબતે કોઈ નક્કર પગલાં ભરી ખેડૂતોને રાહત આપે એવી માગ અશોકભાઈ દ્રારા સર્વે ખેડૂત મિત્રો વતી કરવામા આવી છે.ખેતીવાડી વિસ્તરણ અધિકારી સચિન પટેલનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે, કેરિયાચાડ ગામના ખેડૂતોની ગધેયા નામની જીવાત માટેની ફરિયાદો આવી હતી.જે ખેતીવાડી ફિલ્ડ સ્ટાફે ખેડૂતોની રૂબરૂ મુલાકાત લીધી હતી. જીવાતોને કેવી રીતે દૂર કરી શકાય તે માટે માર્ગદર્શન તેમજ જરૂરી સૂચનાઓ આપી હતી. આ જીવાત ઉપર દવાનો છટકાવ કરતા હોવ ત્યારે ખાસ છોડના થડ સુધી દવાનો છટકાવ કરવો જોઈએ તેનું ખાસ ધ્યાન રાખવું . વરસાદના સમયે ૧૫ દિવસ માટે આ જીવાતો આવતી હોય છે. રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/અમરેલી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વસ્ત્રાલ રીંગ રોડ પર આવેલ તળાવ પર લીલની ચાદર | SatyaNirbhay News Channel
વસ્ત્રાલ રીંગ રોડ પર આવેલ તળાવ પર લીલની ચાદર | SatyaNirbhay News Channel
PMBJP: 10,000 जन औषधि केंद्रों की उम्मीद है ...: फार्मास्युटिकल्स एंड मेडिकल डिवाइसेस ब्यूरो ऑफ इंडिया
नई दिल्ली, फार्मास्युटिकल्स एंड मेडिकल डिवाइसेज ब्यूरो ऑफ इंडिया (PMBI) ने कहा कि साल के अंत तक...
वीगन लैदर डिजाइन और 32MP सेल्फी कैमरा वाले फोन पर छूट, ऐसे उठाएं फटाफट फायदा
इस दिवाली कम दाम में कोई अच्छा सा स्मार्टफोन खरीदना चाहते हैं तो Moto G85 5G आपके लिए अच्छा...
ડીસા ના નવા બસ સ્ટેશન પાસે બસ અને મારુતિ કાર વચ્ચે અકસ્માત સર્જાયો
ડીસા ના નવા બસ સ્ટેશન પાસે બસ અને મારુતિ કાર વચ્ચે અકસ્માત સર્જાયો