શ્રાવણ માસ હવે અંત્તિમ દિવસોમાં આવી પહોંચ્યો છે. આજે છેલ્લા સોમવારે સિહોરમાં નવનાથ માટે ઠેરઠેર થી ભાવિકભક્તો આજે ઉમટી પડ્યા હતા. જેમાં આજે સિહોરમાં સાતશેરી ની તળેટી માં બિરાજેલા સુખનાથ મહાદેવ ખાતે આજે છેલ્લા સોમવારે કાલ ના કાલ મહાકાલ નો શણગાર કરવામાં આવ્યો હતો. મહાકાલ ના દર્શન કરવા માટે થઈને શિવભક્તો ઠેરઠેર થી ઉમટી પડ્યા હતા. ગામે ગામથી ભાવિકભક્તો નવનાથ ના દર્શન કરવા માટે આજે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. દર સોમવારે મહાદેવ ને વિવિધ આંગીઓ વડે શણગાર કરવામાં આવે છે. આ શણગાર ના દર્શન કરવા માટે ખાસ ભાવિકભક્તો પધારે છે અને મહાદેવ ના ચરણોમાં શીશ ઝુકાવી ને આશીર્વાદ મેળવે છે. છેલ્લા સોમવારે મહાદેવને મહાકાલ નો શણગાર કરાયો - દર્શનાર્થીઓ મહાકાલના દર્થન કરવા ઉમટી પકયા