ખેડા જિલ્લામાં આદર્શ આચાર સંહિતાના અમલીકરણના ભાગરૂપે અત્યાર સુધીમાં ૩૮૭૩ રાજકીય પ્રસિદ્ધિઓ દૂર કરવામાં આવ
ડિફેસમેન્ટ ઓફ પ્રોપર્ટી એક્ટ અંતર્ગત ૯૫ કેસ નોંધવામાં આવ્યા
ખેડા જિલ્લામાં આદર્શ આચારસંહિતાની અમલી થતાં છેલ્લા ૨૪ કલાકમાં જાહેર મિલકતો પરથી ૪૦૪ પોસ્ટર, ૨૨૬ બેનર, ૨૩૩ - ભીંત પરના લખાણો-જાહેરાતો તથા અન્ય ૧૪૪૧ એમ કુલ ૨૩૦૪ પ્રસિધ્ધિઓ દૂર કરવામાં આવી છે. આ ઉપરાંત ખાનગી મિલકતોના મળીને ડિફેસમેન્ટ ઓફ પ્રોપર્ટી એક્ટ અંતર્ગત કુલ ૨૮ કેસ નોંધવામાં આવ્યા છે.
આમ વિધાનસભા ચૂંટણી જાહેર થયાથી અત્યાર સુધીમાં જાહેર મિલકતો પરથી કુલ ૮૩૫ પોસ્ટર, કુલ ૬૧૦ બેનર, કુલ ૪૭૧ - ભીંત પરના લખાણો-જાહેરાતો તથા અન્ય ૧૯૫૭ એમ કુલ ૩૮૭૩ પ્રસિધ્ધિઓ દૂર કરવામાં આવી છે. આ ઉપરાંત ખાનગી મિલકતોના મળીને કુલ ૯૫ ડિફેસમેન્ટ ઓફ પ્રોપર્ટી એક્ટ અંતર્ગત કેસ નોંધવામાં આવ્યા છે.
જિલ્લામાં આદર્શ આચાર સંહિતાના અમલ અંગે નાગરિકો ફરિયાદ કરી શકે તે માટે સી-વિજીલ (CVIGIL) એપ્લિકેશન પણ કાર્યરત કરી દેવામાં આવી છે.
રિપોટર ઇરફાન મલેક