એલોપેથિક દવાઓ અને રસીકરણ વિરુદ્ધ બાબા રામદેવની ટિપ્પણી પર સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે અને નોટિસ જારી કરીને જવાબ માંગ્યો છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)ની અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે બાબા રામદેવ અને કેન્દ્ર સરકારને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો છે.

ભારતના મુખ્ય ન્યાયાધીશ એનવી રમના (CJI NV રમના) એ IMAની અરજીની સુનાવણી દરમિયાન કહ્યું, ‘બાબા રામદેવને શું થયું છે. યોગને લોકપ્રિય બનાવવા માટે અમે તેમનો આદર કરીએ છીએ, પરંતુ તેમણે સારવારની અન્ય પદ્ધતિઓ પર પ્રશ્ન ન ઉઠાવવો જોઈએ. તેઓએ અન્ય તબીબી પદ્ધતિઓ પર સવાલ ઉઠાવવાનું ટાળવું જોઈએ.

ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) એ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને કહ્યું છે કે બાબા રામદેવ એલોપેથિક દવાઓ વિરુદ્ધ સતત પ્રચાર કરી રહ્યા છે.