હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સેલિબ્રેશન સ્પોટ બનાવ્યું, રાખડી બાંધવા આવ્યાનું જણાવ્યું હતું: પીએસઆઇ

હિંમતનગર પાલિકા પ્રમુખ, મહિલા મોરચાના પ્રમુખ, મહામંત્રી સહિતે પીએસઆઇની ચેમ્બરમાં ઉજવણી કરી ફોટા ડીપીમાં અપલોડ કરતાં ઘટનાની જાણ થઇ

ભાજપ મહિલા મોરચાના મહામંત્રી કાજલબેન દોશીના સોશિયલ મીડિયા ડીપીમાં વાયરલસાબરકાંઠા ભાજપના મહિલા મોરચાએ 10-12 દિવસ અગાઉ હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મહિલા હોદ્દેદારના જન્મ દિવસની કેક કાપી ઊજવણી કર્યાના ફોટા તાજેતરમાં સોશિયલ મીડીયામાં ડીપીમાં અપલોડ કરતાં ખળભળાટ મચી ગયો હતો. મહિલા મોરચાના હોદ્દેદારનો સોશિયલ મીડિયાનો ક્રેઝ પોલીસને ભારે પડી ગયો છેસોશિયલ મીડિયા ડીપીમાં વાયરલ થતાં સમગ્ર ઘટના બહાર આવી

ભાજપ સંગઠનની મહિલા કાર્યકરો, મહિલા મોરચાના પ્રમુખ નીલાબેન પટેલ, મહામંત્રી કાજલબેન દોશી, પાલિકા પ્રમુખ યતીનબેન મોદી, સહિતનાઓએ દસ બાર દિવસ અગાઉ હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પીએસઆઇની ચેમ્બરમાં પી.એસ.આઇ ની જાણ બહાર તેમના ટેબલ પર કેક કાપી જન્મદિવસની ઉજવણી કર્યાના ફોટા તાજેતરમાં મહિલા મોરચાના મહામંત્રી કાજલબેન દોશીના સોશિયલ મીડિયા ડીપીમાં વાયરલ થતાં સમગ્ર ઘટના બહાર આવી છે અને પોલીસની સ્થિતિ સૂડી વચ્ચે સોપારી જેવી થઈ છે..નેતાઓ, કાર્યકરો સરકારી પ્રોપર્ટીને પોતાની જાગીરી સમજી બેઠા

આ સ્થિતિમાં સવાલ એ થાય છે કે પોલીસ સ્ટેશનની અંદર આ પ્રકારની પ્રવૃત્તિઓ કરવી યોગ્ય છે કે પછી નેતાઓ, કાર્યકરો સરકારી પ્રોપર્ટીને પોતાની જાગીરી સમજી બેઠા છે. પોલીસ સ્ટેશનની અંદર આ રીતની પ્રવૃત્તિ કરનાર મહિલા મોરચાના પ્રમુખ નીલાબેન પટેલ નગરપાલિકાના પ્રમુખ યતીનબેન મોદી તેમજ અન્ય કાર્યકરોએ સત્તાને ન શોભે તેવી પ્રવૃત્તિ કરી છે તેવી સ્થિતિમાં તેમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી થશે કે પછી સત્તાનો સપાટો જોવા મળશે તે જોવું પણ રસપ્રદ બની રહેશે. જો કે આ સમગ્ર વિવાદ મામલે સ્પષ્ટતા કરવા એકપણ મહિલા હોદ્દેદારે મુનાસીબ માન્યું ન હતું.

જન્મદિનની ઉજવણીની જાણ કરી નથી:પીએસઆઇ, જોશી

સમગ્ર ઘટના અંગે હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ અર્જુન જોશીએ જણાવ્યું કે હું તપાસમાં બહાર ગયો હતો , બહેનોનો ફોન આવ્યો હતો અને રક્ષાબંધન નિમિત્તે રાખડી બાંધવા આવ્યાનુ જણાવ્યું હતું. જન્મદિવસની ઉજવણી માટે આવ્યાની જાણ કરી નથી