મધ્યપ્રદેશના નાગદા-ઉનહેલ રોડ પર એક માર્ગ અકસ્માતમાં ચાર બાળકોના મોત થયા છે અને 11 ઘાયલ થયા છે. સ્કૂલ વાન બાળકોને લઈને સ્કૂલે જઈ રહી હતી ત્યારે એક ઝડપી ટ્રકે તેને ટક્કર મારી હતી.
મળતી માહિતી મુજબ વાનમાં બેઠેલા બાળકો નાગદાની ફાતિમા કોન્વેન્ટ સ્કૂલના હતા. વાન બાળકો સાથે શાળાએ જઈ રહી હતી ત્યારે સામેથી ખોટી દિશામાંથી આવી રહેલા એક ટ્રકે વાનને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે વાનનો આગળનો ભાગ સંપૂર્ણ રીતે ફંગોળાઈ ગયો હતો.
ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. એમ્બ્યુલન્સની ઉપલબ્ધતા ન હોવાને કારણે ઘાયલ બાળકોને ઉજ્જૈન તરફ જતી બસો દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. કેટલાક ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે કેટલાકને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટ કર્યું, “ઉજ્જૈન નજીક નાગદા ખાતે શાળાના બાળકોના વાહનના અકસ્માત અંગે ખૂબ જ દુઃખદ, હૃદયદ્રાવક માહિતી. તમામ બાળકો સુરક્ષિત રહે તેવી ભગવાનને પ્રાર્થના.