લીંબડી જૈન સંઘના ઉપક્રમે નૂતન ઉપાશ્રય હોલમાં તા ૨૩ને શનિવારે ચાતુર્માસ સ્થિત પૂ.આ.શ્રી.વિ. સિંહસેનસુરીશ્વરજી મ.સા.ની શુભ નિષ્ઠામાં આયોજન કરવામાં આવ્યું જેમાં લીંબડી ગામના જૈન તથા અજૈન ભાવુક ભાઈ -બહેનો ની ઉપસ્થિતિમાં સર્વે લોકોએ ખુબજ ભાવપૂર્વક લાભ લીધો હતો
પરમાત્મા શ્રી મુનિ સુવ્રત સ્વામીજી ની અપરંપાર કૃપા શ્રી સંઘ ઉપર અવતરી રહી છે
--નવગ્રહ માં સૌથી ધીમી પણ મક્કમગતિ વાળા હોયતો તે શનિદેવ છે
શનૈશ=ધીરે,ચર=ચાલે-જેમની ચાલ અન્ય ગ્રહો કરતા ધીરે હોવાથી તેમને નામ શનૈંશ્ચહ ગ્રહદેવ છે
--તેમનું વાહન જૈનધર્મ ના મતાનુસાર કચ્છપ એટલે કે કાચબો હોય છે
--શનેશ્વચરદેવ વૈરાગ્ય કારકગ્રહ જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ માનવામાં આવે છે
--જે પણ ભાગ્યશાળી વૈરાગ્ય પામીને સાધુ થવા ઇચ્છતો હોય તેણે અવશ્ય શનિદેવ ની ઉપાસના કરવી જોઈએ
--શનિદેવ ન્યાયકર્તા દેવ માનવામાં આવે છે જેઓ પોતે ક્યારેય અન્યાય કરતા નથી અને તેમના દરબારમાં ક્યાંય આપવા દેતા નથી
--જેથી જીવનમાં સ્વકર્મ નુસાર ન્યાય મેળવતો રહે છે
--પૂ.ગુરુદેવ શ્રી ભદ્રબાહુ સ્વામી મહારાજ કે જેઓ શ્રી એ જૈન શાસન ને પર્યુષણ પર્વની આરાધના કરવા માટે કલ્પસૂત્ર(૧૨૧૫ગાથા નુ છે)બારસાસુત્ર અર્પણ કરેલ તેજ ગુરુ ભગવંત શ્રી દ્વારા ગ્રહ શાંતિ નામનું સ્ત્રોત પણ પ્રાપ્ત કરાવેલ છે.