તારીખ ૨૧ ઓગસ્ટ-વર્લ્ડ સિનિયર સિટીઝન ડે નિમિત્તે ઉમિયા માતા ઉદ્યાન, ઉધના ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય સૂરત અને ચોર્યાસી તાલુકા કાનૂની સેવા સમિતિના સંયુક્ત ઉપક્રમે સચિવ અને અધિક સિનિયર સિવિલ જજ એચ. વી. જોટાનિયાના માર્ગદર્શનમાં ‘કાનૂની જાગૃતિ કાર્યક્રમ’ યોજાયો હતો.
જેમાં પેનલ એડવોકેટ અલકા પટેલ દ્વારા સિનિયર સિટીઝનના અધિકારો અને એના કાયદાઓ, હકો વિશે સમજ આપવામાં આવી હતી. PLV દીપક જાયસવાલે વિનામૂલ્યે કાનૂની સહાય વિશે જાણકારી આપી હતી, સાથે નાલસા અંતર્ગત ચાલતી વિવિધ સેવાઓ સંદર્ભે પેમ્પ્લેટ વિતરણ કરાયું હતું.