સુરેન્દ્રનગર જિલ્લા સહિત દસાડા તાલુકા અને પાટડી શહેર 108 એમ્બ્યુલન્સ નિઃશુલ્ક સેવા આશીર્વાદ સમોવડી બની છે. આ બાબતે 108ના સુરેન્દ્રનગર જિલ્લા સુપરવિઝન અધિકારી અમન મંસુરીના મોનિટરીંગ પણ રાખવામાં આવી રહ્યુ છે. ત્યારે પાટડી શક્તિનગર વિસ્તારમાં રહેતી મહિલાને પ્રસવ પીડા થતા પાટડી સામુહીક આરોગ્ય કેન્દ્ર ખાતે રીફર કરાઈ હતી.મહિલાના ગર્ભમાં જુડવા બાળક હતા. અને એક બાળક ઊંધું જણાતા હાજર ડોક્ટર દ્વારા તેને 108 એમ્બ્યુલન્સ મારફતે સુરેન્દ્રનગર રીફર કરાઈ હતી. તેથી, 108ના પાયલોટ ભીમાભાઇ અને ઇએમટી ભરતભાઈ દ્વારા સંગર્ભા મહિલાને સુરેન્દ્રનગર લઈ જવાઈ રહી હતી, તે દરમિયાન માલવણ નજીક સંગર્ભાની સ્થિતિ વધુ ક્રિટિકલ જણાતા ઈએમટી ભરતભાઈ દ્વારા મહિલાની નોર્મલ પ્રસુતિ કરવામાં આવી હતી.જેમાં મહિલાએ બે કિલોથી વધુના તંદુરસ્ત બે દીકરાને જન્મ આપ્યો હતો. 108ના ઇએમટી ભરતભાઈ અને પાયલોટ ભીમાભાઇ દ્વારા મહિલાનો અને બંને બાળકોનો જીવ બચાવતા તથા નોર્મલ ડિલિવરી કરાવતા પરિવારજનોએ 108 ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત સવલાસ બજાણા પુલ નજીક કંન્ટ્રકશન સ્થળે પરપ્રાંતીય મજૂરી કામ કરે છે, જેમાં એક મહિલા ગર્ભવતી હતી. તેને પણ પ્રસવ પીડા થતા 108ને જાણ કરાઈ હતી.જેમાં 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. અને મહિલાની સ્થિતિ ગંભીર જણાતા 108 એમ્બ્યુલન્સમાં જ ઇએમટી ભરતભાઈ દ્વારા ડીલીવરી કરાવાઈ હતી. સમય સૂચકતા અને અનુભવને આધારે ઈએમટી અને પાયલટના કાર્યથી બંને પરિવારમાં હર્ષની લાગણી પ્રસરી હતી.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं