વરસાદના કારણે ખેતરોમાં ઊભા પાકને ભારે નુકસાન થતાં લીલા શાકભાજીની આવક ઓછી થતાં તમામ શાકભાજીના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. શહેરમાં રોજ અંદાજે 20 હજાર ક્વિન્ટલ શાકભાજીની આવક થતી હોય છે, પણ ભારે વરસાદને કારણે આવકમાં 15થી 20 ટકાનો ઘટાડો નોંધાયો છે. જેને કારણે ભાવ વધી રહ્યા છે. 

  • નુકસાન થતાં લીલા શાકભાજીની આવક ઓછી
  • તમામ શાકભાજીના ભાવમાં નોંધપાત્ર વધારો થયો
  • વરસાદને કારણે આવકમાં 15થી 20 ટકાનો ઘટાડો
  • મોટાભાગના શાકભાજીના ભાવ કિલોએ રૂ.100ને આંબી ગયા

ખેતરોમાં હજી પાણી ભરેલા હોવાથી ખેડૂતો ખેતર સુધી પહોંચી શકતા ન હોવાથી મોટાભાગના શાકભાજીના ભાવ કિલોએ રૂ.100ને આંબી ગયા છે.

શાકભાજી   -  હોલસેલ-છૂટક (નોંધ : ભાવ કિલોદીઠ રૂા.માં છે)

ફ્લાવર      65  - 100

ગવાર        80   - 120

ચોળી        80   - 11

ટીંડોળાં     60 -  80

લીંબુ         60 -  120

વટાણા     100 - 130

વાલોર       80  - 120

પાપડી      100 -  140

બટાકા      21   - 30

રવૈયા        50  - 90

કોબીજ     25  - 60

ટામેટાં      28 - 60

કાકડી       36-    60

કારેલાં       45   - 80