લોકભારતી સણોસરા ખાતે 'દર્શક' સ્મારક વ્યાખ્યાન માળા યોજાશે, પૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન કરાશે કવિ તુષાર શુક્લ 'મારી ભાષા છે ગુજરાતી...' વિષય પર વ્યાખ્યાન આપશે સણોસરા ખાતે આગામી સોમવાર તા.29ના સવારે સણોસરા લોકભારતી ગ્રામવિધાપીઠના પ્રણેતા કેળવણીકાર અને સાહિત્યકાર મનુભાઈ પંચોળી 'દર્શક' સ્મારક વ્યાખ્યાનમાળા અંતર્ગત કવિ તુષાર શુક્લ વ્યાખ્યાન આપશે. આ સાથે અહીના પૂર્વ વિદ્યાર્થીઓનું સન્‍માન થશે. અહીંના પૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન ગોહિલવાડના ગૌરવરૂપ લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરા ખાતે આગામી સોમવાર તા.29 સવારે 'દર્શક' સ્મારકમાળામાં જાણિતા કવિ તુષાર શુક્લ 'મારી ભાષા છે ગુજરાતી...' વિષય પર વ્યાખ્યાન આપશે. લોકભારતી ગ્રામવિધાપીઠના પ્રણેતા કેળવણીકાર અને સાહિત્યકાર ચિંતક મનુભાઈ પંચોળી 'દર્શક' સ્મારક વ્યાખ્યાનમાળાના આ ઓગણીસમા મણકાના આ વ્યાખ્યાન સાથે અહીંના પૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન થશે. સંસ્થાના વડા અરુણભાઈ દવે તથા રઘુવીરભાઈ ચૌધરી અને નિયામક હસમુખભાઈ દેવમુરારિ સાથે રામચંદ્ર ભાઈ પંચોળીના સંકલન સાથે અહીંના પૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન થશે, જેમાં મનજીભાઈ નાકરાણી (સહકાર), મોહનભાઈ અને નંદુબહેન દલસાણિયા (શિક્ષણ - ગ્રામવિકાસ), દિનેશભાઈ ઠાકર (પર્યાવરણ), માધુભાઈ નાંદરિયા (શિક્ષણ) તથા ફાધર થોમસ (શિક્ષણ) સમાવિષ્ટ છે.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं