ગરબાડા તાલુકાના ભે ગામના લોકો દ્વારા તંત્ર ને રોડ અંગે વારંવાર રજૂઆત કરવા છતા તંત્ર નિદ્રાધીન.
ભે ગામ ના મુખ્ય રોડ થી તળાવ ફળીયા ને જોડતો રસ્તો બિસ્માર હાલતમા હોવાથી રાહદારીઓને ભારે મુશ્કેલીઓ પડી રહી છે. આ બાબતે ગ્રામજનો દ્વારા તંત્રને આ રસ્તા અંગે વારંવાર રજૂઆત કરવા છતા તંત્ર નિદ્રાધીન અવસ્થામાં હોય આ બાબતે કોઈ કામગીરી હાથ ધરવામાં આવી ન હતી.
ભે ગામમા પ્રવેશ માટે એક માત્ર રસ્તો હોવાથી સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી હતી. તંત્રને જાણ કરવા છતા કોઈ કામગીરી ન કરાતા ગ્રામજનોએ ફાળો કરી રસ્તાનુ જાતે રિપેરિંગ કામ હાથ ધર્યું હતુ અને ગ્રામજનોએ જે.સી.બી. થી રસ્તો હતે રિપેર કર્યો હતો