દાહોદ જિલ્લામાં પ્રભુ ભક્તિ અને શિવજી ને પ્રસન્ન કરવાના શ્રાવણ માસ બાર માસ માં સૌથી પવિત્ર અને ભક્તિ કરવા માટે નો ઉત્તમ ગણાય છે. હિન્દુ સમાજ માં ભારે ધાર્મિક મહાત્મય ધરાવતા શ્રાવણ માસની શરૂઆત થી અંત સુધી વાતાવરણ ભક્તિમય બની ગયુ છે. કાળી ડેમ ખાતે આવેલ કેદારનાથ મહાદેવ , સ્ટેશન રોડ નીલકધેશ્વર મહાદેવ, ગોધરા રોડ વેજનાથ મહાદેવ વહેલી સવારથી ભકતો ઉમટી પડયા હતાં માસમાં શિવ ભક્તિ ની અનન્ય માન્યતા છે. બીજી તરફ જિલ્લા ના વિવિધ શિવાલયો ના સંચાલકો દ્વારા શિવાલયો ને રંગરોગાન તથા લાઇટીંગ કરી અદભુત શણગારવામાં આવ્યા હતા  આસોપાલવ ના તોરણ, લાઇટ ડેકોરેશન વગેરે થી મંદિરો ને શુસોભીત કરવા માં આવ્યા છે. દાહોદ જિલ્લા માં શ્રાવણ માસ ની શરૂઆતથી અંત સુધી ઠેર ઠેર ધાર્મિક પ્રવૃતિઓનો પણ શુભારંભ થયો હતો. કથા, પુજા પાઠ, સત્સંગો સહિત અન્ય પ્રવૃતિમાં લોકો જોતરાઇ ગયા હતા. જિલ્લાના દાહોદ બારીયા ધાનપુર ગરબાડા ઝાલોદ ફતેપુરા સીગવડ લીમખેડા સંજેલી તેમજ તાલુકાના અંતરિયાળ વિસ્તારોના ધાર્મિક દેવાલયોમાં શ્રદ્વાળુઓનો ઘસારો વધીયો હતો જિલ્લાભરમાં દિવસભર વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાયાં વહેલી સવારથી શિવાલયોમાં ભક્તોનો ભારે ધસારો શ્રાવણ માસના છેલ્લા સોમવારને અનુલક્ષીને લોકોએ શિવાલયમાં પૂજા અર્ચના કરી હતી