તા૨૩ ઔગષ્ટ ૨૦૨૨-ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગર સહિત સમગ્ર તાલુકામાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે પવન સાથે પડેલા વરસાદના કારણે રસ્તાઓ ઉપર ઓ ઉપર પાણી ભરાયા હતા..વરસાદ શરૂ થતાની ગણતરીની મીનીટોમાં જ લાઈટ ગુલ થયી ગયું હતું..રાત્રે ૩વાગ્યે શરૂ થયેલ વરસાદ સવાર ના ૬વાગ્યા સુધી સતત વરસી રહ્યો હતો. વરસાદ શરૂ થતાં ના થોડા જ સમયમાં લાઈટ ગુલ થઈ ગયું હતું. મધ્ય ગુજરાત વીજ કંપની. લિમિટેડ ના કર્મચારીએ જણાવ્યા મુજબ કોઈક જગ્યા એ લાઈટ ના થાંબલા પડી ગયા હોવાના કારણે લોકોને મોડી રાત ના ૩વાગ્યા થી સવાર માં ૬વાગ્યા સુધી લાઈટ વિના રહેવું પડયું હતું. MGVCL ની ટિમ સતત લાઈટ ચાલુ કરવાના પ્રયાસોમાં હતી. મોડી રાત થી સવાર સુધીમાં લાઈટ ના હોવાના કારણે લોકો મચ્છરો ના ત્રાસ થી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા.. વહેલી સવારે લાઈટ આવતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.