રાજ્યમાં લઠ્ઠાકાંડ સર્જાતા સરકારે દારૂના અડ્ડા બંધ કરાવવા આદેશ આપતા રાજ્યભરમાં રેડ કરવામાં આવી હતી જેમાં વલસાડમાં તો ખુદ પોલીસકર્મીઓ હાજર હોય તેવી દારૂની મહેફિલ ઝડપાઇ હતી.
વલસાડમાં પારનેરા નજીક આવેલા અતુલ ખાતેના એક બંગલામાં બર્થડે પાર્ટીના નામે ચાલતી દારૂની મહેફિલ ઉપર રેડ કરી હતી જેમાં નાનાપોંઢાના પીએસઆઈ અને ત્રણ કોન્સ્ટેબલ સહિત 19 લોકો આ પાર્ટી માંથી ઝડપાયા છે.
વલસાડ એસપી રાજદીપ સિંહ ઝાલાએ પોતેજ આ રેડ કરતા ભારે નાસભાગ મચી ગઈ હતી.
જ્યારે શહેર માં ચાલતા અન્ય નાનામોટા દારૂના અડ્ડાઓ ઉપર પોલીસે રેડ કરી હતી.
સીટી પોલીસ સહિત તાલુકાની પોલીસે દેશી દારૂના અડ્ડા ઉપર રેડ કરી હતી. વલસાડ સીટી પોલીસે દેશી દારૂના 7 અડ્ડા ઉપર રેડ કરીને 8 ઇસમોને દેશી દારૂ વેંચતા ઝડપી પાડયા હતા. જ્યારે રૂરલ પોલીસે ગ્રામ્ય વિસ્તારમાં 5 દેશી દારૂના અડ્ડાઓ ઉપર છાપા મારીને 5 મહિલાઓને ઝડપી પાડી હતી. જ્યારે ડુંગરી પોલીસે 3 દેશી દારૂના અડ્ડા ઉપર હાઉસ રેડ કરીને 3 ઇસમોને દારૂનો વેપલો કરતા ઝડપી પાડયા હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે, આ બધા વચ્ચે અતુલના બંગલામાં પોલીસની હાજરીમાં ચાલતી દારૂની પાર્ટીએ ભારે ચકચાર જગાવી છે.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं