પાવીજેતપુર તાલુકાના કદવાલ વિસ્તારમાંથી વધુ એક ઝોલાછાપ ડોક્ટરને છોટાઉદેપુર એલસીબી દ્વારા પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
છોટાઉદેપુર જિલ્લો આદિવાસી વસ્તિ ધરાવતો વિસ્તાર છે અહીંયાની ભોળી પ્રજામાં અભ્યાસનો અભાવ હોય જેથી આવી ભોળી પ્રજાને કોઇ છેતરી ન જાય અને તેઓના સ્વાસ્થય સાથે ચેડા ન કરે તે હેતું થી જિલ્લામાં ગેરકાયદેસર અને ડીગ્રી વગરના ડોકટરોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા તંત્ર દ્વારા સુચના આપેલ જે આધારે શ્રી એચ.એચ.રાઉલજી ઇન્ચા. પોલીસ ઈન્સપેક્ટર એલ.સી.બી છોટાઉદેપુર નાઓને ખાનગી રાહે બાતમી મળેલ કે કદવાલ ગામે બંગલા ફળીયા બજાર તરફ જવાના રોડ પાસે પોપટભાઇ અનસીંગભાઇ બારીયા નાઓના મકાનમાં પ્રવિર રંજીત બારોઇ નામનો માણસ કોઇ પણ જાતની ડોકટર ડીગ્રી વિના પ્રેકટીશ કરે છે અને ગામના તથા આજુ-બાજુના ગામના અભણ લોકોના સ્વાસ્થ સાથે ચેડા કરી એલોપેથીક દવાઓ આપી ઇન્જેકશનો મારી ડોકટર તરીકેનું કામ કરે છે. જેથી એચ.એચ.રાઉલજી નાઓ એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસોને કડવાલ વિસ્તારમાં રેઇડ કરવા મોકલતા પ્રવિર રંજીત બારોઇ ( રહે.ફુલતલા બાલાપરા નોર્થ-૨૪ પરગનાસ પશ્ચિમ બંગાલ હાલ રહે.કદવાલ બજાર ફળીયા તા.જેતપુરપાવી જી.છોટાઉદેપુર ) નાઓ ડોકટર તરીકેનું કામ કરતા મળી આવેલ અને તેની પાસેથી એલોપેથીક દવાઓ તથા ઇન્જેકશનો તથા અન્ય સાધનો સાથે કુલ કિ.રૂ.૧૨,૪૮૪.૫૪/- નો મુદ્દામાલ મળી આવતા કદવાલ પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલ ઇસમ વિરૂદ્ધ ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
આમ, પાવીજેતપુર તાલુકાના કદવાલ ગામેથી બાતમી આધારે છોટાઉદેપુર એલસીબી પોલીસે વધુ એક ઝોલા છાપ ડોક્ટરને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.