નાસા અવકાશ સંશોધનને લઈને ખૂબ જ સક્રિય છે અને તેના તરફથી સતત કોઈક ને કોઈક અભિયાન ચલાવવામાં આવે છે. ક્યારેક મંગળ પર તો ક્યારેક ચંદ્ર પર અથવા પછી અવકાશ સાથે સંબંધિત અન્ય માહિતીઓ માટે નાસા યાન મોકલતું રહે છે. આ કડીમાં, તેણે OSIRIS-REx યાન એસ્ટરોઇડ બેનુની સપાટી પર ઉતાર્યું હતું. આ યાન જ્યારથી બેનુની સપાટી પર ઉતર્યું છે, ત્યારથી જ વૈજ્ઞાનિકોને આશ્ચર્યજનક માહિતી મોકલી રહ્યું છે. તેને જોઈને વૈજ્ઞાનિકો પણ ચોંકી રહ્યા છે. આવો જાણીએ કે, એવું તો શું છે આ ગ્રહ પર જેનાથી વૈજ્ઞાનિકો દંગ થઈ રહ્યા છે.
રિપોર્ટ મુજબ, ઓસારસ રેક્સ યાનથી મોકલવામાં આવેલા ડેટાથી જાણવા મળ્યું છે કે, પૃથ્વી કરતાં આ એસ્ટરોઇડ પર સૂર્યની ગરમી વધુ છે. અહીં ફક્ત 10,000 થી 100,000 વર્ષોમાં જ ખડકો પર તિરાડો પડી જાય છે. યુનિવર્સિટી કોટે ડી'ઝુર ફ્રાન્સના વરિષ્ઠ વૈજ્ઞાનિક માર્કો ડેલ્બોએ કહ્યું કે, સામાન્ય જીવનમાં 10 હજાર વર્ષ સાંભળવામાં ઘણો લાંબો સમય લાગી શકે છે, પરંતુ ભૂસ્તરશાસ્ત્રીયના મુજબ આ ખૂબ જ ઓછો સમય છે. તેમને એ સાંભળીને ખૂબ જ આશ્ચર્ય થયું કે એસ્ટરોઇડ પર કેવી રીતે કોઈ ખડક આટલી ઝડપથી તૂટીને ફરીથી બની શકે છે. જોકે, આવું તાપમાનમાં ઝડપથી થનારા ફેરફારને કારણે થાય છે.
તેમણે જણાવ્યું કે, બેનુને લઈને હજી પણ ઘણી રસપ્રદ માહિતી મળી છે. જે રીતે ત્યાં દર 4.3 કલાકમાં દિવસ અને રાતનું ચક્ર ચાલતું રહે છે. દિવસ દરમિયાન, બેનુનું તાપમાન લગભગ 127 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે, જ્યારે રાત્રે તે માઇનસ 23 ડિગ્રી સેલ્સિયસ હોય છે. આટલા ઝડપથી તાપમાનમાં થનારા બદલાવના કારણે પણ ખડકો પર આવી અસર જોવા મળે છે.
નાસાના વૈજ્ઞાનિકો હાલમાં યાન દ્વારા મોકલવામાં આવેલા ફોટા અને અન્ય માહિતીઓનો અભ્યાસ કરી રહ્યા હતા. હવે લગભગ એક અઠવાડિયામાં જાણવાનો પ્રયત્ન કરવામાં આવશે કે, શું આ યાન ત્યાંથી હજી વધુ સેમ્પલ લેવામાં સફળ થયું છે કે પછી ફરીથી પ્રયત્ન કરવો પડશે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે, જો તે સફળ થાય છે તો વર્ષ 2023માં યાન સેમ્પલ લઈને પૃથ્વી પર આવશે. યાનને બેનુની કક્ષાથી સપાટીની નજીક પહોંચવામાં આશરે સાડા ચાર કલાકનો સમય લાગ્યો