પાવીજેતપુર નજીક છોટાઉદેપુર તરફ જતી મોટી ટ્રક વૃક્ષ સાથે ભયંકર રીતે અથડાતા ડ્રાઇવર ગંભીર રીતે ઘાયલ થતા, તેઓને માથાના ભાગે વાગતા, આગળ રીફર કરવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ બોડેલી તરફથી મોટી ટ્રક ડોલોમાઈટ પાવડર ભારવા માટે છોટાઉદેપુર તરફ જઈ રહી હતી ત્યારે પાવીજેતપુર નજીક ડ્રાઈવરે સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવી દેતા મોટી ટ્રક વૃક્ષ સાથે ભયંકર રીતે અથડાઈ હતી. ઉત્તર પ્રદેશના ડ્રાઇવર ઇન્દ્રજીત ઠાકોરને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં ૧૦૮ માં તાત્કાલિક પાવીજેતપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા. ડ્રાઇવરને માથાના ભાગે ગંભીર વાગ્યું હોવાથી તેઓને વડોદરા એસ.એસ.જી. માં રીફર કરવામાં આવ્યા છે. ટ્રકની આગળની બાજુ ખાલી સાઈડ વૃક્ષ સાથે ભયંકર રીતે અથડાતા ભાંગીને ભુક્કા થઈ ગયા હતા. જો કંડકટર ટ્રકમાં હોત તો મોટી હોનારત થઈ જાત.
આમ, બોડેલી તરફથી છોટાઉદેપુર તરફ જઈ રહેલી મોટી ટ્રક પાવીજેતપુર નજીક વૃક્ષ સાથે ભયંક તરીકે અથડાતા ડ્રાઇવરને ગંભીર ઇજાઓ થતા તેઓને તાત્કાલિક આગળ રીફર કરવામાં આવ્યા છે.