સિહોરના વળાવડ ગામે દલિત સમાજના બે જૂથ વચ્ચે મારામારી આઠ વ્યક્તિઓને ગંભીર ઇજા પહોંચી 

 પાડોશમાં રહેતા લોકો વચ્ચે પાણી ઢોળવા જેવી સામાન્ય બાબતે સશસ્ત્ર મારામારી થઇ સિહોરના વળાવડ ગામે દલિત સમાજના બે જૂથ વચ્ચે મારામારી સર્જાઇ હતી જેમાં આઠ વ્યક્તિઓનો ગંભીર પામી હતી. જેઓને શિહોર સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ ઇજા હોવાથી ભાવનગર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા બનાવની જાણ થતા શિહોર પોલીસ હોસ્પિટલ દોડી ગઈ હતી. ઘરની બાજુમાં જ રહેતા અને પાણી ઢોળવા જેવી સામાન્ય બાબતે સશસ્ત્ર મારામારી થવા પામી હતી.