કેટલાક લોકો જીવનમાં ઘરકંકાસ, પ્રેમ પ્રકરણ ,માનસિક, આર્થિક તેમજ શારિરીક તણાવ અનુભવી જિંદગીથી કંટાળી અંતે આત્માહત્યાનું પગલું ભરતા હોય છે આવું જ બનાવ રાજકોટમાંથી સામે આવ્યો છે જયાં યુવાને ટ્રક નીચે પડતું મૂકી આત્મહત્યા કરતા સમ્રગ વિસ્તારમાં સનસનાટી મચી જવા પામી છે
રાજકોટના ગ્રીનલેન્ડ ચોકડી પાસે સવારના સુમારે એક ટ્રક ધીમીગતિથી પસાર થઇ રહ્યો હતો તે દરમિયાન એક યુવાન ટ્રક પાસે પડતુ મૂકી આપઘાત કરી લીધો હતો ઘટનાના પગલે લોકાના ટોળેટાળા ઉમટી પડ્યા હતા જો કે ટ્રકની નીચે આપઘાત કરી લેતા અકસ્માતના વિચલિત કરી દે તેવા દશ્ય નજરે પડ્યા હતા ઘટનાને પગલે પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અકસ્માતનું ગુનોં નોધી તપાસ હાથધરવામાં આવી છે તેમજ મૃતક યુવાનના પરિવારનો પણ ઓળખ કરવામાં આવી રહી છે. મોટાભાગે લોકો જીવનથી કંટાળી જઇ નદીમાં ઝંપલાવી, ગળેફાંસો ખાઇ તેમજ વાહન નીચે આવી જઇ આ પ્રકારનું પગલુ ભરતા હોય છે પંરતુ આત્મહત્યાએ કોઇ સમસ્યાનું નિરાકરણ નથી તે લોકોને સમજાવું જરૂરી છે.