શ્રાવણ માસના અંતિમ દિવસોમાં ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લાના શિવાલયોમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ડીસા તાલુકાના આસેડા ગામે ભવ્ય લોકડાયરો યોજાતા ભકતો શિવભક્તીમાં તરબોળ થયા હતા.
ડીસા તાલુકાના આસેડા ગામમાં નીલકંઠ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસના છેલ્લા દિવસોમાં ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગત રાત્રે યોજાયેલ આ ડાયરામાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. નીલકંઠ મહાદેવ મંદિર ખાતે યોજાયેલા લોક ડાયરામાં પ્રસિધ્ધ લોક ગાયક દેવપગલી અને વિજય સુવાળા સહિતના કલાકારો હાજર રહ્યા હતા. દેવપગલી દ્વારા ડાયરામાં ભક્તિ ગીતોની રમઝટ બોલાવવામાં આવતા ઉપસ્થિત ગ્રામજનો ભક્તિમાં ગરકાવ થઈ ગયા હતા.
રાતના નવ વાગે શરૂ થયેલા ભવ્ય ડાયરામાં મોડી રાત સુધી ભક્તોએ ભક્તિની છોડો ઉડાડી હતી. તો ગ્રામજનો પણ શિવભક્તિમાં તરબોળ થયા હતા અને વન્સ મોરના નારા લગાવતા ગાયકોએ એક પછી શિવભક્તિના ગીતોની રમઝટ બોલાવી હતી અને ગ્રામજનોએ કલાકારો પર નોટોનો વરસાદ વરસાવ્યો હતો.