વડોદરાઃ શહેર નજીક આવેલા ખટંબા ગામના બસ સ્ટેન્ડ પાસે બપોરના સમયે અચાનક હાઇવે પર એક ગાય દોડતી આવી હતી, જેના કારણે રિક્ષા પલટી ગઈ હતી. આ ઘટનામાં કારમાં બેઠેલી મહિલાનું મોત નીપજ્યું હતું, જ્યારે ડ્રાઈવરને ઈજા થઈ હતી. નોંધનીય છે કે વડોદરા શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ રખડતા પશુઓની સમસ્યા વધી રહી છે. હાઇવે પર અચાનક ઢોર ભાગી જવાને કારણે અકસ્માતો સર્જાય છે. આવો જ એક અકસ્માત ગત રોજ વાઘોડિયા રોડ પર બન્યો હતો.
વાઘોડિયા ચોકડીથી વાઘોડિયા ગામ તરફ રિક્ષા જઈ રહી હતી ત્યારે બપોરે 3 વાગ્યાના સુમારે હાઈવે પર અચાનક એક ગાય દોડતી આવી હતી, રિક્ષાના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં રિક્ષા પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં રિક્ષામાં બેઠેલી 50 વર્ષીય મહિલાને ગંભીર ઈજા થતાં તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે વરણામા પોલીસે ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.