વડોદરા શહેરના આજવા સરોવરમાં છેલ્લા ત્રણ દિવસથી પાણીની સપાટી 211.95 ફૂટ પર સ્થિર છે. 15 ઓગસ્ટની રાત્રે 12 વાગ્યે આજવા ડેમના 62 દરવાજાનું લેવલ 212 ફૂટ નક્કી કરવામાં આવતાં ઓવરફ્લો થંભી ગયો છે. 15 ઓગસ્ટ પછી આજવા અને ઉપરવાસમાં વરસાદને કારણે પાણીનું સ્તર ધીમે ધીમે વધીને 211.95 ફૂટ થયું હતું. છેલ્લા ત્રણ દિવસથી આ સ્તર સ્થિર છે. જો હવે પાણીનું સ્તર 211.95થી સહેજ ઉપર આવશે તો આજવા ડેમમાંથી ઓવરફ્લો તરત જ શરૂ થશે. બીજી તરફ હવામાન વિભાગે 22મીથી ફરી વરસાદની આગાહી કરી છે, જેમાં આજવા અને ઉપરવાસ વિસ્તારમાં વરસાદ પડતાં ફરી એકવાર 62 દરવાજા ઓવરફ્લો થવાની સંભાવના છે.

સરકારની ગાઈડલાઈન મુજબ આજવા સરોવરમાં 31 ઓગસ્ટ સુધી 212 ફૂટથી વધુ પાણી ભરી શકાશે નહીં. 31 ઓગસ્ટ પછી એક દિવસમાં 212 ફૂટથી વધુ પાણી ભરાઈ શકશે. આજવા વિસ્તારમાં અત્યાર સુધીમાં મોસમનો કુલ વરસાદ 894 મીમી થયો છે.