UPI પેમેન્ટ પર ચાર્જ લગાડવાના રિપોર્ટ પર હવે સરકારે સત્તાવાર ખુલાસો કર્યો છે. નાણાં મંત્રાલયે ટ્વિટ કરીને સ્પષ્ટતા કરી છે કે યુપીઆઈ દ્વારા કરવામાં આવતી ચુકવણી પર કોઈ પણ પ્રકારનો ચાર્જ લાદવાનો સરકારનો કોઈ ઇરાદો નથી. આરબીઆઈ એક નવા પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે, જે અંતર્ગત યૂપીઆઈ પેમેન્ટ કરવા પર ગ્રાહકો પાસેથી કેટલાક ચાર્જ લેવામાં આવશે તેવી મીડિયામાં આવેલી ખબરો પર નાણા મંત્રાલયે સ્પસ્ટતા કરી છે.

  • UPI પેમેન્ટ કરનાર લોકોને રાહત
  • સરકારે કર્યો મોટો ખુલાસો
  • નહી લાગે કોઈ ચાર્જ
  • ચાર્જની ખબરો મીડિયામાં આવી હતી
  • સર્વિસ પ્રોવાઈડર્સની ચિંતા દૂર કરાશે- નાણા મંત્રાલય

નાણા મંત્રાલયે એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે સરકાર યુપીઆઈ સેવાઓ પર કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવાનું વિચારી રહી નથી. સર્વિસ પ્રોવાઈડર્સને સેવાઓ આપવાનો જે પણ ખર્ચ થશે તે બીજી રીતે ભરપાઈ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે યુપીઆઈ પેમેન્ટ ભારતમાં ખૂબ લોકપ્રિય થઈ ગયું છે અને તેના પર કોઈ પણ પ્રકારનો ચાર્જ લાદવાથી ડિજિટલ પેમેન્ટની સિસ્ટમને મોટો ફટકો પડશે.