પંચમહાલ જિલ્લામાં જન્માષ્ટમીના ઉલ્લાસભર્યા ભગવાન "શ્રી કૃષ્ણ"ના જન્મોત્સવના શ્રધ્ધાળુઓના આ આનંદ પર્વના દિને પંચમહાલ જિલ્લાના સાત તાલુકાઓમાં કાર્યરત પોલીસ સ્ટેશનો દ્વારા શ્રાવણીયા જુગાર સામે સપાટો બોલાવીને અંદાઝે ૧૬૦ જેટલા જુગાર રસીયાઓ સમેત ₹ ૧૨.૨૮ લાખ રોકડ સમેત મુદ્દામાલ ઝડપી પાડતા દિવસ ભર શ્રાવણીયા જુગારીઓ અને પોલીસ તંત્ર વચ્ચે પકડ દાવોના ઉત્તેજનાભર્યા દ્રશ્યો સર્જાયા હતા.!!એમાં હાલોલ તાલુકાના મધાસર ગામ પાસે આવેલા રાકેશ શાહના ફાર્મ હાઉસમાં શ્રાવણીયો જુગાર રમવા આવેલા વડોદરા તથા સાવલીના ૧૦ જેટલા ખાનદાની જુગારીયાઓ ઝડપાઈ જતા ભારે ચકચાર પ્રસરી જવા પામી હતી. પંચમહાલ જિલ્લામાં મુખ્ય શહેરો અને અંતરીયાળ વિસ્તારોમાં જન્માષ્ટમીના ઉલ્લાસભર્યા તહેવારમાં શ્રાવણીયો જુગાર રમવાના શોખીનો સામે સાત તાલુકાઓમાં કાર્યરત પોલીસ સ્ટેશનો દ્વારા બોલાવવામાં આવેલા સપાટાઓમાં અંદાઝે ૧૬૦ જેટલા જુગાર રસીયાઓને રોકડ સમેત ₹ ૧૨.૨૮ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડીને કાયદેસર કાર્યવાહીઓ હાથ ધરવામાં આવી હતી.!!

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं