પાટણ જીલ્લાના પ્રવાસે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલનું આગમન
યુનિવર્સિટીના હેલિપેડ ખાતે કરાયું ભવ્ય સ્વાગત
પાટણ: કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ આજથી પાટણ જિલ્લા ની બે દિવસીય મુલાકાતે છે. આજ રોજ સવારે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનાં હેલિપેડ પર મંત્રી નું આગમન થયું. જેમના આગમન સમયે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને શિક્ષણમંત્રી કીર્તિસિંહ વાઘેલા દ્રારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રવાસના પ્રથમ દિવસે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના હેલીપેડ પર ઉતર્યા બાદ તેમના પ્રવાસ કાર્યક્રમ મુજબ રાજકીય કાર્યક્રમોમાં તેઓ સહભાગી બનશે. જે બાદ સાંજે પાટણ સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કરશે. બે દિવસના પ્રવાસ દરમિયાન કેન્દ્રીય મંત્રી પાટણના વિવિધ ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેશે. તેમજ જિલ્લામાં સરકારી યોજનાઓનો કેટલો લાભ સ્થાનિક લોકો સુધી પોંહચ્યો છે. તેની વિગતો જિલ્લાના સંબંધિત અધિકારીઓ પાસેથી મેળવશે.
આજરોજ પાટણમાં મંત્રીનાં આગમન દરમિયાન મંત્રી ઋષીકેશભાઇ પટેલ, મંત્રી કિર્તીસિંહ વાઘેલા, સાંસદ ભરતસિંહ ડાભી, પૂર્વ ધારાસભ્ય રણછોડભાઇ દેસાઇ, જીલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતિબેન મકવાણા, કલેકટર સુપ્રીતસિંઘ ગુલાટી, જીલ્લા પોલીસ વડા વિજય પટેલ તેમજ પક્ષના પદાધિકારી ઓ અને આગેવાનોએ ઉષ્માભેર સ્વાગત કર્યુ હતું.