રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવતાંજ રાજકીય પક્ષો તૈયારીઓમાં પડ્યા છે અને બીજી તરફ એક જગ્યાએ ત્રણ વર્ષથી વધુ સમયથી ફરજ બજાવી રહેલા પોલીસ કર્મીઓ અને સરકારી કર્મચારીઓની બદલીઓ કરવા તૈયારીઓ શરૂ થઈ છે. આ બદલીઓના દૌરમાં ઈન્ડિયન પોલીસ સર્વિસ (IPS)ની ગુજરાતના મહત્વના રેન્જના આઈજી, ડીઆઈજીની સાથે અમદાવાદ શહેરના ત્રણથી ચાર આઈપીએસ અધિકારીઓની ગમે તે સમયે બદલીઓ થઈ શકે છે.
ગુજરાતમાં આઇપીએસ અધિકારીઓની બદલીઓમાં આઈજી અજય ચૌધરીનું નામ પણ સૌથી ઉપર છે, જ્યારે સેક્ટર વન રાજેન્દ્ર અસારી, સેક્ટર ટુ ગૌતમ પરમાર અને રાજ્યની મહત્વની રેન્જના આઈજીની બદલીઓ પણ થાય તેવા મીડિયા રિપોર્ટ છે.
આગામી ચૂંટણીઓ નજીક આવતાંજ ગમે તે સમયે આઇપીએસ અધિકારીઓની બદલીઓ થવાની શક્યતાઓ હોવાનું સુત્રોનું કહેવું છે.