વડોદરામાં લોકોનું કરી નાખનાર સિદ્ધિવિનાયક ડેવલોપર્સના બિલ્ડર અપૂર્વ પટેલ અને તેની પત્ની સામે છેતરપિંડીની ફરિયાદોનો દૌર શરૂ રહ્યો છે આ બિલ્ડર સામે વધુ ચાર છેતરપિંડીની ફરિયાદ માંજલપુર પોલીસ મથકે નોંધાઇ છે.
શહેરના માંજલપુર વિસ્તારમાં મેંપલ સિગ્નેચર નામની સાઈટ બતાવી બુકિંગના રૂપિયા 27 લાખ પડાવી લઈ છેતરપિંડી કરનાર અપૂર્વ સામે ભોગ બનનારાઓએ ફરિયાદ નોંધાવી છે

વિગતો મુજબ માંજલપુર વિસ્તારમાં રહેતા જીતેન્દ્ર કુમાર રાજપુતે મેપલ સિગ્નેચર 01 માં ફ્લેટ ખરીદ્યો હતો. જેના બુકિંગ પેટે બિલ્ડર અપૂર્વ દિનેશ પટેલને 3 લાખ રૂપિયા આપ્યા હતા અને વાત થયા મુજબ ત્યારબાદ પજેશન નહીં આપી બહાના બતાવી બુકિંગની રકમ પણ પરત આપી ન હતી.
જ્યારે શહેરના બગીખાના રોડ ઉપર રહેતા નયનકુમાર રાજપુતે પણ મેપલ સિગ્નેચર 01માં ફ્લેટ ખરીદ્યો હતો. જેના બુકિંગ પેટે બિલ્ડર અપૂર્વ દિનેશ પટેલએ રૂપિયા 6.51 લાખ રૂપિયા લીધા હતા. ત્યારબાદ પજેશન નહીં આપી બહાના બતાવી બુકિંગની રકમ પણ પરત આપી ન હતી, ઉપરાંત માંજલપુરની શુભલક્ષ્મી સોસાયટીમાં રહેતા કેયુરભાઈ પટેલે પણ મેપલ સિગ્નેચર 01માં ફ્લેટ ખરીદ્યો હતો. જેના બુકિંગ પેટે બિલ્ડર અપૂર્વ દિનેશ પટેલે રૂપિયા 6 લાખ રૂપિયા લીધા હતા. ત્યારબાદ પજેશન નહીં આપી બહાના બતાવી બુકિંગની રકમ પણ પરત આપી ન હતી. આજ રીતે અટલાદરા ખાતે રહેતા રિતેશ પાટીલે પણ મેપલ સિગ્નેચર 01માં ફ્લેટ ખરીદ્યો હતો. જેના બુકિંગ પેટે બિલ્ડર અપૂર્વ દિનેશ પટેલે રૂપિયા 11.50 લાખ રૂપિયા લીધા હતા. ત્યારબાદ પજેશન નહીં આપી બહાના બતાવી બુકિંગની રકમ પણ પરત આપી ન હતી.

દરમિયાન છેતરપિંડીનો ભોગ બનનારાઓએ સિદ્ધિવિનાયક ડેવલોપર્સના ભાગીદાર અપૂર્વ પટેલ સામે માંજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
મહત્વનું છે કે વડોદરામાં સિદ્ધિવિનાયક ડેવલોપર્સના માલિક બિલ્ડર અપૂર્વ પટેલ સામે મકાન આપવાના બહાને 150 લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાની તપાસ હાલ એસઆઇટી ચલાવી રહી છે જોકે,હાલ બિલ્ડર ફરાર છે.